fbpx
અમરેલી

જિલ્લાના બાગાયતદાર ખેડુતોને સહાય માટે બિલ ફાઇલ જમા કરાવવા અનુરોધ

જિલ્લાના બાગાયતદાર ખેડુતને ચાલુ વર્ષે બાગાયત કચેરી દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓમાં પૂર્વ મંજૂરી આપવામાં આવી હોય એવા ખેડુતોએ સહાય માટે બિલ ફાઇલ જમા કરાવવાના રહે છે. આગામી તા.૧ ફેબ્રુઆરી, ૨૩ને બુધવાર સુધીમાં જરુરી સાધનિક કાગળો સાથે નાયબ બાગાયત નિયામકશ્રી, બાગાયત ભવન, સરદાર ચોક, ચક્કરગઢ રોડ, અમરેલી (૦૨૭૯૨) ૨૨૩૮૪૪ સંપર્ક પર કરવો. સમય મર્યાદા વિત્યે મળેલા બિલ દરખાસ્ત ધ્યાને લેવામાં આવશે નહિ. નિયત સમય મર્યાદાને ધ્યાને રાખી ખેડુતોએ વહેલામાં વહેલી તકે બિલ ફાઇલ જમા કરાવવા, નાયબ બાગાયત નિયામકશ્રી, અમરેલી દ્વારા એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts