જિલ્લામાં આચારસંહિતા, ઉમેદવારના ચૂંટણી ખર્ચ સંબંધિત કે અન્ય ફરિયાદ નોંધાવવા માટે ટોલ ફ્રી નં.૧૮૦૦ ૨૩૩ ૨૮૯૨ પર સંપર્ક કરવો
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ને લઈ સમગ્ર રાજ્યમાં આદર્શ આચારસંહિતા અમલી છે અને વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો છે. અમરેલી જિલ્લામાં પ્રથમ તબક્કામાં તા. ૦૧ ડિસેમ્બર,૨૦૨૨ના રોજ મતદાન યોજાવાનું છે. આદર્શ આચારસંહિતા સંબંધિત, ઉમેદવાર/રાજકીય પક્ષના ચૂંટણી ખર્ચ અંગે, ચૂંટણીને લગતી ગેરરીતિઓ અંગે માહિતી આપવા માટે જાહેર જનતા માટે જિલ્લા કક્ષાએ ફરિયાદ પર દેખરેખ-નિયંત્રણ રૂમ અને કોલ સેન્ટર ૨૪ કલાક કાર્યરત છે. આ કોલ સેન્ટરનો ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૨૮૯૨ છે. નાગરિકો આ ટોલ ફ્રી નંબર પર ટેલીફોનિક ફરિયાદ નોંધાવી શકે છે, તેમ ચૂંટણી ખર્ચ દેખરેખ નિયંત્રણ, નોડલ અધિકારીશ્રી-વ-જિલ્લા વિકાસ અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments