જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ
અમરેલીમાં નવા બનેલા રોડ ઉપર પાર્કિંગ માટે સ્થળો આઈડેન્ટિફાય કરી માર્કિંગ કરવા સુચના પંચાયત હસ્તકના રસ્તાઓ ઉપર ચાલતા હેવી વાહનોનું ભારણ ઘટાડવા એક્શન પ્લાન તૈયાર કરાશે
કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં રોડ સેફટી કાઉન્સિલની બેઠક મળી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગો પાસેથી આંકડાકીય માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
બેઠકમાં સ્ટેટ હાઇવે પરના બ્લેક સ્પોટ આઈડેન્ટિફાય કરવા, બ્લેક સ્પોટ દૂર કરવા, સ્ટેટ તથા લોકલ માર્ગો પહોળા કરવા તેમજ આનંદ પ્રમોદની જગ્યાઓ, ધાર્મિક જગ્યાઓ, રોડ જંકશન વગેરે સ્થળોએ સ્પીડ બ્રેકર મુકવા, રોડ માર્કિંગ, ટ્રાફિક સાઈનેજો, ટ્રાફિક વધુ રહેતું હોય તેવી જગ્યાએ સંયુક્ત મુલાકાત ગોઠવવા અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. જે જે સ્થળોએ વધુ પડતા સ્પીડ બ્રેકરો છે અથવા સ્પીડ બ્રેકરો ચોક્કસ માપદંડોને આધારે નથી એવા સ્પીડ બ્રેકરો કાઢવા સંબંધીત વિભાગને સૂચના આપવામાં આવી હતી.
કલેક્ટરશ્રી દ્વારા અમરેલી શહેરમાં બનેલા નવા રોડ ઉપર પાર્કિંગ માટે સ્થળો આઈડેન્ટિફાય કરી માર્કિંગ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. અમરેલી રાજમહેલ કમ્પાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની તમામ કચેરીઓ આવેલી હોવાથી આસપાસના વિસ્તારોમાં બ્યુટીફીકેશન કરવા તેમજ રોડ-રસ્તા સારી ગુણવતામાં બનાવવા સબંધિત વિભાગને જણાવવામાં આવ્યું હતું. બાબરા નજીક આઈડેન્ટિફાય કરવામાં આવેલા એક્સીડેન્ટ સ્પોટ ઉપર સાઈનેજો લગાવી ફરી એક વાર સ્થળ ચકાસણી કરવા સૂચના આપવામાં આવી હતી.
એન્જીનીયરીંગ ઓફ રોડ અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તેમજ પંચાયતને રોડ રસ્તાની બનાવટમાં થોડો ફેરફાર કરવા જણાવાયું હતું. આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના રોડ રસ્તાઓ ઉપર ચાલતા હેવી વાહનોનું ભારણ ઘટાડવા એક્શન પ્લાન તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરશ્રીએ અમરેલી શહેરમાં બસ સ્ટેન્ડની આજુબાજુના વિસ્તારમાં ટ્રાફિકની વ્યવસ્થા, એમ્બ્યુલન્સ વધારવા, બગીચાઓનું બ્યુટીફીકેશન કરવા, ચાર રસ્તા પરના સર્કલો જો વધારે મોટા હોય તો યોગ્ય વ્યવસ્થા જેવા વિવિધ વિષયો ઉપર વિગતવાર ચર્ચા હતી.
બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એચ. પટેલ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાણા, આર. ટી. ઓ. અધિકારી શ્રી ટાંક, શ્રી પઢીયાર, એસ. ટી. નિગમના અધિકારીશ્રી, અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયતના અધિકારીશ્રીઓ તેમજ શિક્ષણ વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments