અમરેલી

જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ DLSS અમરેલીનીઈન્ડોર શુટિંગ રેંજની મુલાકાત કરી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા

જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ, અમરેલી સ્થિત વિદ્યાસભા સંકુલ ખાતે કાર્યરત જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કુલ (DLSS) માં આવેલી ઈન્ડોર શુટીંગ રેંજ સુવિધાઓની મુલાકાત લીધી હતી. મહત્વનું છે કે, રાજ્ય સરકારના સહયોગથી તૈયાર કરવામાં આવેલી આ સુવિધા દ્વારા જિલ્લાના રમતવીર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહ્યું છે.

       તાજેતરમાં જ રાષ્ટ્રીય કક્ષાની શુટીંગ અને એથેલેટ્સની સ્પર્ધામાં મેડલ મેળવનારા ખેલાડીઓનું સન્માન પણ જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે આ પ્રસંગે કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રીએ તમામ ખેલાડીઓને ઉતકૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન આપ્યા હતા. જિલ્લા કલેક્ટરશ્રીએ આ બદલ ખેલાડીઓ, કોચશ્રી તેમજ સંચાલકોને બિરદાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, DLSS – ડી.એલ.એસ.એસ. અમરેલીના ખેલાડીઓએ ૨૫મી કે.એસ.એસ. ઈન્ટરસ્કુલ શુટીંગ સ્પર્ધામાં બે બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. આ સાથે જ એથેલેટીક્સમાં પણ બ્રોન્ઝ મેડલ મેળવી ઉત્તમ દેખાવ કરી અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યુ હતું. આ મુલાકાત વેળાએ પ્રાંત અધિકારીશ્રી અમરેલી સહિત વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ અને સંસ્થાના ટ્રસ્ટીશ્રી, સંચાલકશ્રી તેમજ વિદ્યાર્થીઓ અને શિક્ષકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts