fbpx
અમરેલી

જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને વાહકજન્ય રોગની સંકલન સમિતિની બેઠક યોજાઇ

રાજ્ય સરકાર દ્વારા ‘મેલેરિયા મુક્ત ગુજરાત’, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના નિયંત્રણ માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આજરોજ વાહકજન્ય રોગની જિલ્લા કક્ષાની સંકલન સમિતિની બેઠક કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. ચોમાસુ નજીક છે, તેથી  મચ્છરજન્ય રોગચાળાને ફેલાતો અટકાવવાની કામગીરી  માટે યોગ્ય પગલાંઓ લેવા જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓના વડા સાથે સંકલન કરવા બેઠક યોજી હતી.

કલેકટરશ્રીએ, અલગ-અલગ વિભાગોના તમામ અધિકારીશ્રીઓને સઘન પગલાં લેવા સૂચના આપી હતી. બેઠકમાં જિલ્લાની મેલેરિયા શાખા ઉપરાંત અન્ય વિભાગો દ્વારા વિવિધ પ્રકારે  જાગૃત્તિલક્ષી કામગીરી કરવામાં આવે તે માટે ઘટતું કરવા જણાવ્યું.  અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં મચ્છરજન્ય રોગચાળાનું પ્રમાણ વધ્યું છે, પરંતુ વર્ષ-૨૦૨૨ના વીતેલા સમય દરમિયાન મચ્છરજન્ય રોગચાળાનું પ્રમાણ ઘટયું હોવાનું ધ્યાને આવ્યું છે. સ્વચ્છતાના અભાવના કારણે મચ્છરની ઉત્પત્તિ વધવાથી વાહકજન્ય રોગોનું પ્રમાણ પણ વધતું હોય છે.

સ્વચ્છતા જળવાઈ તે સાથે ખુલ્લી જગ્યાઓમાં પાણી ન ભરાય અને તમામ જગ્યાએ સાફ-સફાઈ નિયમિત રીતે થાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા તમામ પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. ખુલ્લી જગ્યાએ પાણી ભરાઈ જાય છે અને તે બાબતે જન જાગૃત્તિ આવે તે આવશ્યક છે. આવા સ્થળો પર મચ્છરની ઉત્પતિ અટકાવવા માટેના પગલાંઓ ભરવા પણ પણ કલેકટરશ્રીએ જણાવ્યુ. લોકોમાં આ બાબતે વિશેષ જાગૃત્તિ આવે તે માટે વિવિધ કચેરીઓએ

પ્રયાસો થાય તે જરૂરી છે. જિલ્લાના ગામડાઓની સરખામણીમાં શહેરી વિસ્તારમાં સ્વચ્છતાનો અભાવ છે, આથી શહેરી વિસ્તારોમાં વાહકજન્ય રોગનો ફેલાવો ના થાય તે  જરૂરી છે. જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા અને મલેરિયા શાખા દ્વારા લોકોને જુન-૨૦૨૨ને મલેરિયા માસ અને જુલાઈ-૨૦૨૨ને ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવા અનુરોધ કરવામાં આવ્યો. વાહકજન્ય રોગની સંકલન સમિતિની બેઠકમાં  જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, મલેરિયા શાખા સહિતના સંબધિત અધિકારીશ્રીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts