સમગ્ર દેશમાં ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોના ભાગરુપે ખેતીમાં વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરવાના પ્રયોગો થઈ રહ્યા છે. આ દિશામાં પાક સંરક્ષણ માટે ડ્રોન ટેકનોલોજી (કૃષિ વિમાન) દ્વારા પ્રવાહી ખાતરો અને દવાનો છંટકાવ એક ક્રાંતિકારી પગલું છે. અમરેલી જિલ્લામાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ઈફકો માન્ય પ્રવાહી નેનો યુરિયા/જૈવિક ખાતરના છંટકાવ માટે જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
વર્ષ ૨૦૨૨-૨૩ માટે ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ પરથી આગામી તા.૨૬-૦૮-૨૦૨૨ સુધી આ માટે ઓનલાઈન અરજી કરી શકે છે. આ અરજી કરવા માટે ખેડૂતોએ www.ikhedut.gov.in પરથી અરજી કરવાની રહેશે. આ અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ મેળવીને તે પાસે રાખવાની રહેશે. વળી, ખેડૂતોએ ઓનલાઈન કરી હોય તેવી આ અરજીની પ્રિન્ટ કોઈ પણ જગ્યાએ જમા કરાવવાની નથી. અરજીની મંજૂરી મળ્યા બાદ નિયમોનુસાર છંટકાવની કામગીરી કરવાની રહેશે, તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.


















Recent Comments