ગુજરાત રાજ્ય મહિલા આયોગ, આઈ.સી.ડી.એસ. અમરેલી જિલ્લા પંચાયત દ્વારા અમરેલી જિલ્લા પંચાયતના પ્રાંગણમાં ‘શિક્ષણની વાત,વાલી સાથે સંવાદોત્સવ, નારી સંમેલન’ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા સાંસદશ્રી નારણભાઈ કાછડિયાના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભરતભાઈ સુતરિયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાની આંગણવાડીઓમાં નવી નિમણુક પામનાર તેડાંગર બહેનોને નિમણુક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આંગણવાડીમાં બાળકોની કેળવણીમાં મદદરુપ થતાં ટિચીંગ લર્નિંગ મોડ્યુલ બનાવનાર ઇન્સ્ટ્રક્ટરશ્રીઓને પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પા પા પગલી, પોષણ અભિયાન અને પ્રાકૃતિક કૃષિના વિવિધ સ્ટોલનું નિદર્શન પણ આ તકે રાખવામાં આવ્યુ હતુ. નારીશક્તિનું નેતૃત્વ વિવિધ ક્ષેત્રોમાં છે, મહિલા સશક્તિકરણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી છે. વિવિધ સરકારી સહાયકીય યોજનાઓનો લાભ મેળવી મહિલાઓ આર્થિક રીતે પગભર બની છે.
‘શિક્ષણની વાત, વાલી સાથે સંવાદ, નારી સંમેલન’ કાર્યક્રમમાં સાંસદ શ્રી નારણભાઈ કાછડિયાએ જણાવ્યુ કે, નવી શિક્ષા નીતિ-૨૦૨૦ દ્વારા બાળકોને સર્વાંગી શિક્ષણ પ્રાપ્ત થશે, આંગણવાડીમાં બાળકોને પાયાનું શિક્ષણ પ્રાપ્ત થઈ રહ્યુ છે. સાંસદ શ્રીએ ભારત અને ગુજરાત રાજય સરકારની મહિલાલક્ષી વિવિધ યોજનાઓની માહિતી અને માર્ગદર્શન આપ્યા હતા. પ્રવર્તમાન સમયે મહિલાઓને વિવિધ ક્ષેત્રમાં નેતૃત્વ કરી નારી સામર્થ્ય અને નારીની અમાપ ક્ષમતાઓને માધ્યમ મળી રહ્યું છે જે સરાહનીય છે, તેમ નારીશક્તિની મહિમા વર્ણવતા સાસંદશ્રીએ ઉમેર્યુ હતુ.
‘શિક્ષણની વાત, વાલી સાથે સંવાદ, નારી સંમેલન’ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ પાથર, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પંડ્યા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મિયાણી, આઈ.સી.ડી.એસ પ્રોગ્રામ અધિકારીશ્રી સહિતના પદાધિકારીશ્રી, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments