fbpx
અમરેલી

જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગામી દિવસોમાં યોજાનાર ” જન આશીર્વાદ યાત્રા ” કાર્યક્રમને લઈને બેઠક યોજાઈ

જિલ્લા ભાજપ કાર્યાલય અમરેલી ખાતે કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા અને મનસુખભાઈ માંડવીયા ની આગામી જન
આશીર્વાદ યાત્રા કાર્યક્રમના આયોજન સંદર્ભમાં પ્રદેશ ભાજપ મંત્રી મહેશભાઈ કસવાળા, ઝવેરભાઈ ઠકરાલ, અમરેલી ભાજપ
સંગઠન પ્રભારી સુરેશભાઈ ગોધાણી અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા ની આગેવાનીમાં બેઠક યોજવામાં આવી.


માનનીય નરેન્દ્ર મોદીજી વડાપ્રધાન બન્યા તે પહેલા ઇતિહાસ રહ્યો છે કે કેન્દ્ર સરકારના મંત્રીઓ સામાન્ય લોકોની પહોંચથી દૂર
હતા પરંતુ વડાપ્રધાનશ્રી ઇચ્છે છે કે તેમની મંત્રીમંડળના દરેક મંત્રીઓ લોકો સાથે સંકળાયેલા હોવા જોઈએ અને લોકોને તેમની સાથે
પોતીકાપણાની ભાવના નો અનુભવ થવો જોઈએ અનુસંધાને અમરેલી જિલ્લામાં “જન આશીર્વાદ યાત્રા”ના માધ્યમથી કેન્દ્રીય મંત્રી
મનસુખભાઈ માંડવીયા તા.૨૦/૮/૨૦૨૧ના રોજ ધારી4 ચલાલા4 સાવરકુંડલા અને ક્રાકચ મુકામે યાત્રાનું આયોજન થશે તેમજ
તા.૨૧/૮/૨૦૨૧ ના રોજ કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા જન આશિર્વાદ યાત્રાના માધ્યમથી બાબરા 4 ચાવંડ4 લાઠી અને
અમરેલી મુકામે આયોજન થશે આ “જન આશીર્વાદ યાત્રા” ની સફળ આયોજન માટે બેઠક યોજાયેલ.


આ બેઠક મા ધારાસભ્ય જે વી કાકડિયા4 પ્રદેશ ભાજપ મહિલા મોરચા મંત્રી ભાવનાબેન ગોંડલીયા, પ્રદેશ ભાજપ કિશાન
મોરચા મહામંત્રી હિરેનભાઈ હિરપરા, જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશભાઈ કાબરિયા, ભુપેન્દ્રભાઈ બસિયા, જિલ્લા
ભાજપના પૂર્વ પ્રમુખ દિનેશભાઈ પોપટ, ડૉ. ભરતભાઈ કાનાબાર, પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણી, બાવકુભાઇ ઉંધાડ,
મનસુખભાઈ ભુવા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ જલ્પેશભાઈ મોવાલિયા, મંડળ પ્રમુખ4 મહામંત્રી, જિલ્લા પંચાયત4 તાલુકા
પંચાયત, નગરપાલિકાના પદાધિકારીઓ સહિતના મુખ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts