શ્રાવણીયો જુગાર જાણે પોલીસનો કોઇ ડર ન હોય તેમ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ તીનપત્તીનો જુગાર રમતા ચાર જુગારીઓ રાજકોટ રુરલ એલ.સી.બી. એ ૧૩,૪૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા. રાજકોટ ગ્રામ્ય એલસીબીના પી.આઈ.વી.વી.ઓડેદરા, પી.એસ.આઈ. એસ.જે.રાણા, હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી, પ્રહલાદસિંહ રાઠોડ, અને રૂપકભાઈ બોહરાને મળેલી બાતમીને આધારે ગોંડલ તાલુકાના નવાગામની સીમમાં જાહેરમાં તીનપત્તી પર જૂગાર રમતા જુગારીઓને રોકડ રૂ. ૧૩,૪૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. એલસીબીએ ઝડપેલા ચાર આરોપીઓે લલીતભાઇ વાગડીયા, રાજેશભાઇ પીત્રોડા, ભીખુભાઇ વઘાસીયા, કિશોરપરી ગોસાઇ નવાગામમાં જાહેરમાં નસીબ આધારીત જુગાર રમતા પોલીસે રંગે હાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુગાર રમતા ચાર પત્તાપ્રેમીને ઝડપી પાડ્યા ૧૩,૪૦૦નો મુદ્દામાલ જપ્ત

Recent Comments