ગુજરાતમાં રખડતા ઢોરના લીધે અનેક લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે એટલું હતું ત્યા હવે રખડતા કૂતરાઓનો આતંક સામે આવ્યો છે. જૂનાગઢ જિલ્લાના માણાવદર પંથકના ગણા ગામે છોટા ઉદેયપુરના નાનાવટા ગામનો પરિવાર મજૂરી અર્થે આવેલો હતો. જેમાં જગદીશ રાઠવાના ૨ વર્ષના રવિન્દ્ર નામના બાળક પોતાના ઘર પાસે રમતો હતો. ત્યારે ૩ કુતરા આવી ચડ્યા હતા અને બાળકને ફાડી ખાધો હતો. બાળક કંઈક અવાજ કરે તે પહેલા તેનું મોત થઈ ગયું હતું.
બાદમાં જ્યારે કુતરાના અવાજના લીધે પરિવારના સભ્યો બહાર આવયા હતા. તાત્કાલિક પરિવારે બાળકને હોસ્પિટલ લઇ ગયા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ બાળકનું મોત થયું હતું.જૂનાગઢમાં રખડતા ઢોર પ્રત્યે તંત્રની ઉદાસીનતાના લીધે વધુ એક માસુમે જીવ ખોયો છે. વન્ય પ્રાણીઓના હુમલા બાદ હવે રખડતા કુતરાઓએ માત્ર ૨ વર્ષના બાળક ઉપર હુમલો કરતા તેનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટના બાદ ગામ લોકોમાં તંત્ર પ્રત્યે રોષ જાેવા મળી રહ્યો છે.
Recent Comments