જુનાગઢ ભવનાથ અને સરખેજમાં આવેલા આશ્રમના મહંત મહામંડલેશ્વર ભારતીબાપુ 11 4 2021 ના બ્રહ્મલીન થયા હતા તેની સ્મૃતિમાં આગામી તારીખ 26થી 28 સુધી ભારતી આશ્રમ ખાતે ધર્મોત્સવ યોજાશે.આ અંગે આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ અને બાપુ ના શિષ્ય હરિહરાનંદ ભારતી બાપુએ જણાવ્યું હતું કે તારીખ 26 ના સવારે 9 વાગ્યે બ્રહ્મલીન મહંત વિશ્વંભર ભારતી બાપુના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 27 ના સવારે 9 વાગ્યે ધર્મ સભા 28ના ધર્મ સભા અને ભંડારો દરરોજ રાત્રે સંતવાણી કાર્યક્રમ યોજાશે આ મહોત્સવમાં આચાર્ય મહામંડલેશ્વર અવધેશાનંદ ગીરીજી,મહંત શ્રીહરીગીરીજી, મોરારીબાપુ, રમેશભાઈ ઓઝા તેમજ જૂના અખાડા ના સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ ખાસ ઉપસ્થિત રહે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે આ માટે તંત્ર દ્વારા તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી છે સાથોસાથ મહાશિવરાત્રીનો મેળો હોય જેથી ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિકો અને યાત્રિકો એકઠા થાય તેવી પણ શક્યતાઓ છે જેથી તંત્રએ તમામ તૈયારીઓ આરંભી દીધી છે
જૂનાગઢના ભવનાથમાં આવેલ ભારતી આશ્રમમાં તારીખ 26 થી ત્રણ દિવસ ધર્મોત્સવ ઉજવાશે

Recent Comments