જૂનાગઢમાં વિસાવદર નજીક કાર પર વૃક્ષ ધરાશાયી થતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી જાણકારી અનુસાર, જૂનાગઢના આકોલવાડી ગામ નજીક અચાનક જ વૃક્ષ કાર પર પડ્યું હતું જેના કારણે એક જ પરિવારના ત્રણ સભ્યો ઇજાગ્રસ્ત થયા હતા. કારમાં સવાર લોકો લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. જાે કે હાલ તો બે પુત્રી અને પિતાને વિસાવદર હોસ્પિટલમા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
જૂનાગઢના વિસાવદર નજીક વૃક્ષ કાર પર ધરાશાયી, એક જ પરિવારના ત્રણ સભ્યો ઇજાગ્રસ્ત


















Recent Comments