જૂનાગઢમાં એક સોની વેપારી પાસે એક દાગીના લેવા માટે આવતો ત્યારે રોકડા રૂપિયા આપી જ હતો બે માસ પહેલા આ ઈસમ છ લાખના દાગીના લઈ ગયો હતો અને તેના પૈસા બે ત્રણ દિવસમાં આપી જવાનું કહ્યું હતું વેપારીને વિશ્વાસમાં લઈ આ સમયે દાગીના લઈને ગયા બાદ બે ત્રણ દિવસમાં પૈસા આપવા આવ્યો ન હતો વેપારીએ તપાસ કરતા દાગીના લઈ જનાર માથાભારે માણસ હોવાનું જાણવા મળ્યું હતું અને વેપારીએ તેની પાસે પૈસા માંગતા તેણે જ્યાં જવું હોય ત્યાં જા દાગીના અને પૈસા ભૂલી જજે તેવી ધમકી આપી હતી.
આથી વેપારીએ ડીવાયએસપી કુલદીપસિંહ જાડેજા ને વાત કરતા તેની સૂચનાથી બી ડિવિઝન પોલીસ અને એલસીબી એ માથાભારે શખ્સને બોલાવી ગુનો દાખલ કરવા દબાણ કરતા તેને પાંચ લાખના દાગીના પરત આપી દીધા અને એક લાખના દાગીના પર લોન લીધી હોવાની એકાદ મહિનામાં તે પરત આપી દેવા જણાવ્યું હતું આમ વેપારીને તેના દાગીના પોલીસની દરમિયાનગીરીથી પરત મળ્યા છે જેથી વેપારીએ પોલીસનો આભાર માની પોલીસ પ્રજાનો મિત્ર છે તે હકીકત હોવાનો અહેસાસ થયો હતો.
Recent Comments