જૂનાગઢની બહાઉદ્દીન સરકારી આર્ટસ કોલેજ ખાતે રિસર્ચ એન્ડ રિસર્ચ મેથોડોલોજીનો એક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢની ઐતિહાસિક બહાઉદીન સરકારી આર્ટસ કોલેજ અને રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના સંયુક્ત ઉપક્રમે ભાવનગરના આયુધ પબ્લિકેશનના સહકારથી એક દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ઉદ્ઘાટન સમારોહમાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેલા શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, ભીતરના આનંદને- સંતોષને જીવંત રાખે તે શ્રેષ્ઠ જ્ઞાન છે. બહુજન હિતાય બહુજન સુખાયની ભાવનાથી થતુ સંશોધન સાર્થક થતું હોય છે તેમ જણાવીને સુખની બદલાતી જતી પરિભાષા વચ્ચે માણસને આઠેય પહોર આનંદમાં રાખે તેવી શૈલી પદ્ધતિ અને સંશોધનો આજના સમયની જરૂરિયાત છે.
જે ત્યાગે તે ભોગવે અને કરેલું કર્મ ફોગટ જતું નથી સ્વને ઓળખવાની આંતરદ્રષ્ટિ કેળવવા તેમજ બહારથી ગમે તેટલું જ્ઞાન આપવામાં આવે સમજાવવામાં આવે પણ જ્યાં સુધી વ્યક્તિનું પોતાનું જીવન ન કેળવાય અને અથાગ પરિશ્રમ ન કરે ત્યાં સુધી સફળતા મળતી નથી તેમ જણાવીને મંત્રીએ આદર્શ માનવ જીવન માટે સર્વના કલ્યાણ માટેના બીજાને ઉપયોગી થવા માટે હાથ ધરવામાં આવેલા સંશોધનો અને તે માટેના લેખકોને અભિનંદન આપી કોન્ફરન્સમાં જાેડાયેલા અભ્યાસુઓને બિરદાવ્યાં હતા.
Recent Comments