જૂનાગઢમાં ભાજપની નો રિપીટનાં નિયમ સામે વિરોધ નોંધાયો છે. માળિયાહાટીનાના સરપંચોએ ભાજપની નો રિપીટનાં નિયમ સામે વિરોધ નોંધાવ્યો છે. અને ચિમકી ઉચ્ચારી કે જાે નિયમ યથાવત રાખાશે તો આવનારી લોકસભાની ચૂંટણીમાં તકલીફ પડશે. મહત્વનું છે કે તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખનો સમય ગાળો પૂર્ણ થઈ ગયો છે. જેને લઈને થોડા દિવસો અગાઉ નિરીક્ષકોએ પ્રમુખ-ઉપપ્રમુખનીસેન્સ લીધી હતી. ત્યારે માળીયા તાલુકા પંચાયતના પ્રમુખ ભાવનાબેન હતા તે રિપીટ થાય તેવી સરપંચો માગ કરી રહ્યા છે.
જૂનાગઢમાં ભાજપની નો રિપીટનાં નિયમ સામે વિરોધમાળિયાહાટીનાના સરપંચોએ ચિમકી ઉચ્ચારી, લોકસભાની ચૂંટણીમાં તકલીફ પડશે


















Recent Comments