fbpx
સૌરાષ્ટ - કચ્છ

જૂનાગઢમાં 30 લાખના બે ચેક રિટર્ન કેસમાં આરોપીઓનો નિર્દોષ છોડી મુક્તિ કોર્ટ

30 લાખના બે ચેક રિટર્ન કેસમાં કોર્ટે આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે.આ અંગેની મળતી વિગત મુજબ આશિષ નરસીભાઇ પનારા એ ફરિયાદી પાસેથી નાણાં લીધા હોય તે પેટે ૧૦ લાખ અને વીસ લાખ એમ બે ચેક આપ્યા દરમિયાન આ ચેક રિટર્ન થતાં ફરિયાદી દ્વારા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ મુજબ કોર્ટમાં બે કેસ કર્યા હતા આ કેસ જુનાગઢ બીજા સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ.આર. પટેલની કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે પટેલે જણાવ્યું હતું કે તકરારી ચેક આરોપીએ ફરિયાદી પક્ષે જણાવ્યા મુજબ કાયદેસરની જવાબદારી પેટે આપેલ હોવાનું ખંડન થાય છે તેમજ તકરારી ચેક આરોપીએ જાતે જ ફરિયાદીને આપેલ હોય તેવો કોઈ પણ પુરાવો ન હોય અને આરોપીના લેણાની જવાબદારી સ્વીકારી આરોપીએ આ ચેક આપ્યો હોય તેવો ફરિયાદીનો કેસ નથી આ કેસમાં આરોપીએ તેના કાયદેસરના દેવા કે જવાબદારી પેટે ચેક લખી આપવાનું પુરવાર થતું ન હોય આરોપીને ચેક રિટર્ન કેસમાં નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે આ કેસમાં આરોપી તરફે વકીલ ઝાકીર હુસેન,  દેવગીરી એન અપારનાથી અને પારુલ બેન એમ ગોસ્વામી રોકાયેલા હતા

Follow Me:

Related Posts