સૌરાષ્ટ - કચ્છ

જૂનાગઢ જિલ્લા આયોજન મંડળની બેઠકમાં તાકીદ, સમયસર કામ ન કરતા બેદરકાર અધિકારીઓ સામે પગલાં લેવાશે

જૂનાગઢ જિલ્લા આયોજન મંડળની જિલ્લા પ્રભારી અને પ્રવાસન રાજ્ય મંત્રી ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી જેમાં કુલ ૧૦.૬૨ કરોડના વિકાસના કામો મંજૂર કરાયા હતા સમયમર્યાદામાં કામ પૂર્ણ ન કરનાર અધિકારી સામે કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી છે જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ હતી જેમાં પ્રભારી મંત્રી એ મંજૂર કરેલા કામોને પ્રાથમિકતા આપવા અને સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા સૂચના આપી હતી પરંતુ સ્થળ પર કામ ના થાય સમયમાં કે કામગીરીમાં બેદરકારી રાખતા અધિકારીઓ સામે કાર્યવાહી કરવા સૂચના આપી હતી આ બેઠકમાં 10.62 કરોડના કામો મંજૂર કરાયા હતા આ બેઠકમાં આયોજન મંડળ દ્વારા વર્ષ ૨૦૨૧/૨૨ ધારાસભ્ય ગ્રાન્ટ સાંસદ ગ્રાન્ટ સહિતના કામોની સમીક્ષા કરવામાં આવી હતી અને જે કામ પૂર્ણ થયા હોય તેને ડેટા એન્ટ્રી પૂર્ણ કરવા અને કામો ન થયા હોય તેમની જવાબદારી ફિકસ કરવા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્ય સરકારના પ્રવાસન મંત્રી અરવિંદ રૈયાણી આદેશ આપતા અધિકારીઓ માં ભારે દોડધામ મચી હતી

Related Posts