જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગૃપના પીઆઇ એ એમ ગોહિલ પીએસઆઈ જે.એમ વાળા સહિતના સ્ટાફને બાતમી મળી હતી કે વેરાવળનો એક શખ્સ બાઈક પર ગડુ તરફ ડ્રગ્સ લઈને આવી રહ્યો છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફે સાંજે સાત વાગ્યે વેરાવળ ગળું નેશનલ હાઈવે પર વિસણવેલ ના રસ્તા પરથી સિલ્વર કલર ના બાઈક ઉપર આવી રહેલ શખ્સ ને કોર્ડન કરી પકડી પાડયો હતો તેની તલાસી લેતાં તેની પાસેથી 1.37 લાખ રૂપિયાની કિંમત 13.812 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવતા તેની પૂછતાછમાં તેનું નામ આદિલ અનવર શેખ ઉંમર વર્ષ ૨૦ રહે વેરાવળ ના ભાગે યુસુફ સોસાયટી હોવાનું અને ત્યાં મચ્છી કામ કરતો હોવાનું સામે આવ્યું છે તેને પ્રાથમિક પૂછતાછમાં આ ડ્રગ્સનો જથ્થો તેને મુંબઈના માં રહેતો અફાન રહે નાગોરી ચા વાળાની ટાવર નવમા માળે નામના શખ્સે સપ્લાય કર્યું હોવાની કેફિયત આપતા આ અંગે એસ.ઓ.જી. એ ચોરવાડ પોલીસ માં બંને ઈસમો સામે ગુનો દાખલ કરાયો છે પોલીસે તેની પાસેથી ડ્રગ્સ તેમજ મોબાઇલ ફોન અને બાઇક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે
જૂનાગઢ પોલીસે મુંબઈથી વેરાવળ સુધી ડ્રગ્સની હેરાફેરી કરનાર યુવકને ઝડપી પાડયો



















Recent Comments