અમરેલી

જૂનાસાવરમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આગમન

સાવરકુંડલા તાલુકાનાં જુનાસાવર ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ આવી પહોચતા રથનું સ્વાગત પૂર્વ જીલ્લા ભાજપ મહામંત્રી અને પ્રભારી ભાવનગર જીલ્લા કીસાન મોર્ચા શ્રી કમલેશ કાનાણી દ્વારા કરવામાં આવેલ. આ સ્વાગત સમયે આરોગ્ય અધીકારી જાટ, તાલુકા વિકાસ અધીકારી પરમાર, બ્લોક હેલ્થ ઓફિસર મીના, મેડીકલ ઓફીસર જવાણી, સર્કલ ઓફીસર બગડા, સરપંચ કલ્પેશભાઇ, ઉપસરપંચ કનુભાઈ ગોરી, ધર્મેન્દ્રભાઈ કાનાણી, હીમતભાઈ ઝાલાવાડીયા , આચાર્ય કંચનબેન તેમજ ગામના આગેવાનોએ હાજરી આપી હતી.

રથના આગમન સમયે યોજાયેલ કાર્યક્રમની શરૂઆત પ્રાથના દ્વારા કરી હતી, તેમજ ઔષધીય રોપા દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શીક્ષક વાળાભાઈ દ્વારા મહેમાનોનું શાબ્દીક સ્વાગત કર્યું હતું. વંદે ગુજરાત અંતર્ગત નીબંધ અને વાનગી સ્પર્ધામાં એકથી ત્રણ નંબર આવેલ, વિધ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવેલ. જીલ્લા પંચાયત સીટમાં સમાવીષ્ટ ગામોના મંજુર થયેલ કામોના ખાતમુરત અને લોકાર્પણ કરેલ. નોડલ અધીકારી જાટ સાહેબ દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારની વીવીધ યોજનાઓ અને સરકારે કરેલ કામગીરીથી લોકોને માહીતગાર કર્યા હતા, સાથોસાથ વીવીધ યોજનાઓ અને લાભાર્થીઓને કીટ અને પ્રમાણપત્ર મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ વૃક્ષારોપણ, યોગ, કોરોના બુસ્ટર ડોઝ, જેવા કાર્યક્રમો સ્થળ ઉપર કરવામાં આવેલ હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કુમારશાળા , કન્યાશાળા તેમજ હાઈસ્કૂલનો સ્ટાફ , સરપંચ, ઉપસરપંચ, પંચાયતના સભ્યો, તલાટી મંત્રી વગેરેએ જહેમત ઉઠાવેલ અને કાર્યક્રમ સફળ બનાવેલ હતો.

Follow Me:

Related Posts