ભારત સરકાર સંચાલિત ઈન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ હેન્ડલૂમ ટેકનોલોજી જોધપુર (રાજસ્થાન) ખાતે જુલાઈ-૨૦૨૩થી શરુ થતાં ત્રણ વર્ષના ડિપ્લોમા ઇન હેન્ડલુમ ટેકનોલોજી કોર્સના પ્રથમ વર્ષ સુધા બીજા વર્ષ (એલ.ઇ.સીસ્ટમ) માં પ્રવેશ મેળવવા ઈચ્છતા લાયકાત ધરાવતા ઉમેદવારોએ આગામી તા.૩૧ મે, ૨૦૨૩ સુધીમાં અરજી પહોંચાડવાની રહેશે. કોર્ષમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવા માટે ઉમેદવારે ધો.૧૦ અંગ્રેજી વિષય સાથે ૩૫ ટકા માર્ક્સ પાસ કરેલું હોવું જોઈએ. કોર્ષમાં બીજા વર્ષમાં (એલ.ઈ.સીસ્ટમથી) પ્રવેશ મેળવવા માટે ઉમેદવારે ધો.૧૨ મેથેમેટીક્સ, ફીઝીક્સ અને કેમેસ્ટ્રી વિષય માથે પાસ કરેલું હોવું જોઈએ અથવા કોઈ પણ ટેક્ષટાઈલ ડીસિપ્લીનમાં વ્યવસાયિક પ્રવાહ સાથે ધો.૧૨ પાસ અથવા ધો.૧૦ પાસ સાથે ૦૨ વર્ષ આઇ.ટી.આઇ. નો કોર્ષ કરેલ હોવો જોઈએ. ઉમેદવાર(અનુ. જાતિ અને અનુ. જનજાતિ સિવાય) ની વય મર્યાદા તા.૧/૭/૨૦૨૩ ના રોજ ૧૫થી ૨૫ વર્ષ હોવી જોઇએ તથા અનુ. જાતિ અને અને જન જાતિના ઉમેદવારો માટે ૧૫ થી ૨૭ વર્ષની હોવી જોઈએ.
ત્રણ વર્ષના કોર્ષ માટે પસંદ થયેલ ઉમેદવારને તેની નિયમિતતા અને કામગીરી ધ્યાને લઈ રૂ.૨૫,૦૦૦ લેખે માસિક શિષ્યવૃતિ (૫૦% રાજ્ય સરકાર તથા ૫૦% કેન્દ્ર સરકાર તરફથી) ચુકવવામાં આવશે. ઉમેદવારોને આ તાલીમ દરમ્યાન સંસ્થાના નિયમોનુસાર રહેવા જમવાના લાઈટબીલ, ટ્યુશન ફી વગેરે તાલીમ દરમિયાન થનાર ખર્ચ રુ. ૨૬,૯૫૦ તેમજ દરેક તાલીમાર્થીને આનુષાંગિક ખર્ચ પેટે વાર્ષિક રુ. ૨૪,૦૦૦ની સહાય ગુજરાત સરકારશ્રી ના ઠરાવ અનુસાર મળવાપાત્ર થશે. પસંદગી પામેલા ઉમેદવારે સ્ટાઈપેન્ડ બોન્ડ આપવાનું રહેશે. ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ હેન્ડલુમ ટેકનોલોજી,જોધપુર (રાજસ્થાન) ખાતે રૂબરૂ પસંદગી માટે બોલાવવામાં આવે ત્યારે ઉમેદવારે પોતાના ખર્ચે હાજર રહેવાનું રહેશે.
લાયકાત ધરાવતા ઉમેદવારો એ અરજી પત્રક માં જરૂરી પ્રમાણપત્રોની નકલો સાથે કમિશ્નર,કુટીર અને ગ્રામોદ્યોગ બ્લોક નં ૭/૨, ઉદ્યોગ ભવન ઘ-૪, સેક્ટર-૧૧, ગાંધીનગરની કચેરીને તા.૩૧/૦૫/૨૦૨૩સુધીમાં મળી જાય તે રીતે અરજી મોકલી આપવાની રહેશે. અરજી કરનાર ઉમેદવારો એ પોતાની મોબાઈલ નંબર અવશ્ય લખવાનો રહેશે. આ અંગની વધુ માહિતી (૦૭૯) ૨૩૨૫૯૫૭૬-૫૯૭૮ પર સંપર્ક કરી શકાશે, તેમ જનરલ મેનેજરશ્રી, જિલ્લા ઉદ્યોગ ભવન, અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.
જય મિશ્રા ૦૦૦
Recent Comments