જ્ઞાનવાપી અને ‘સર તન સે જુદા’ ગેંગ પર રામદેવનું નિવેદન, મેડિકલ માફિયા અંગે પણ…
યોગ ગુરુ રામદેવે શુક્રવારના રોજ ‘સર તન સે જુદા’, જ્ઞાનવાપી અને ‘મેડિકલ માફિયા’ જેવા તમામ મુદ્દાઓ પર ખુલીને મીડિયા સમક્ષ વાત કરી હતી. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે, મારી પ્રગતિથી કેટલાક લોકો ચિંતાતુર છે અને મેડિકલ માફિયા અમારી પાછળ પડેલા છે. કેટલાક લોકો કહે છે કે, અમે અમારી પ્રોડક્ટમાં ગૌમૂત્ર મેળવીએ છે, પરંતુ લોટમાં હું ગૌમૂત્ર કેવી રીતે મેળવી શકું છું? આવો તમને જણાવીએ કે, રામદેવે કયા મુદ્દાઓ પર વાત કરી.

પતંજલિની દરેક પ્રોડક્ટમાં ગૌમૂત્ર?
તેમણે પતંજલિની પ્રોડક્ટ્સ વિશે વાત કરતી વખતે પણ વિરોધીઓ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે કેટલાક લોકો કહે છે કે રામદેવ પોતાની દરેક પ્રોડક્ટમાં ગૌમૂત્ર મિક્સ કરે છે. જે પણ આવું કહે છે, તેઓ મારા વિરુદ્ધમાં ષડયંત્ર ઘડી રહ્યા છે. દરેક ઉત્પાદનમાં ગૌમૂત્ર કેવી રીતે મિક્સ કરી શકાય છે? અમારી પ્રોડક્ટના પેકેટ પર જે લખેલું હોય છે, અમે તેમાં એ જ વસ્તુઓ નાખીએ છે. હું ભારતના બંધારણ, કાયદા અને સ્ટાન્ડર્ડ પ્રમાણે ચાલુ છું.
જ્ઞાનવાપી પર શું બોલ્યા રામદેવ?
જ્ઞાનવાપી પર પૂછવામાં આવેલા સવાલ પર રામદેવે કહ્યું કે દેશની દરેક મોટી મસ્જિદ… મંદિર તોડીને બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે, જ્ઞાનવાપી નામ જ જણાવે છે કે તેનું ઈસ્લામ સાથે કોઈ લેવાદેવા નથી. મથુરાનો ઉલ્લેખ કરતા તેમણે પૂછ્યું કે શું મથુરામાં પયગંબર મોહમ્મદ સાહેબનો જન્મ થયો હતો ? રામદેવે કહ્યું કે, આપણા કેટલાક મોટા સાંસ્કૃતિક પ્રતીક છે તેને તો મુસ્લિમ સમાજે ખુશી-ખુશી હિંદુઓને સોંપી દેવા જોઈએ. તેમણે કહ્યું કે, ગુલામીના નિશાનો નાબૂદ થવા જોઈએ પરંતુ પ્રેમ અને સંવાદિતાની સાથે.
લોન્ચ થશે પતંજલિ કંપનીઓના IPO
આ અગાઉ પતંજલિ યોગપીઠના સ્થાપક રામદેવે શુક્રવારના રોજ પતંજલિ કંપનીઓના IPO (પ્રારંભીક લોક પ્રસ્તાવ) લોન્ચ કરવાની પોતાની મેગા યોજનાની જાહેરાત કરી હતી. નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં પોતાની મોટી યોજનાઓની જાહેરાત કરતા રામદેવે કહ્યું કે, આવનારા પાંચ વર્ષમાં 4 નવી પતંજલિ કંપનીઓ ભારતીય સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે. જે કંપનીઓના IPO આવનાર કેટલાક વર્ષોમાં આવવાના છે, તેમાં પતંજલિ આયુર્વેદ, પતંજલિ મેડિસિન, પતંજલિ વેલનેસ અને પતંજલિ લાઇફસ્ટાઇલનો સમાવેશ થાય છે, જ્યારે ઉત્તરાખંડ મુખ્યમથક વાળી કંપનીની યોજના બજારમાંથી લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાની છે.
Recent Comments