fbpx
બોલિવૂડ

જ્યારે કૃષ્ણાને તેના જ શો પર ગોવિંદાએ મારી દીધી થપ્પડ, દર્શકોના ઉડી ગયા હોશ

બોલિવૂડ સુપરસ્ટાર ગોવિંદા અને ટીવીના સ્ટેન્ડ અપ કોમેડિયન કૃષ્ણા અભિષેક મામા-ભાણેજ છે. કૃષ્ણા ઘણી વાર તેના જાેક્સમાં ચીચી મામાનો ઉલ્લેખ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી, ગોવિંદા અને કૃષ્ણા વચ્ચેના સંબંધમાં તીરાડ પડી છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે ગોવિંદા અને કૃષ્ણા વચ્ચે અદભૂત બંધન હતું. ગોવિંદા તેની પત્ની સુનિતા સાથે કૃષ્ણાના શો ‘ધ ડ્રામા કંપની’માં પણ ગયો હતો જ્યાં સ્ટેજ પર મામા અને ભત્રીજાએ ખૂબ મસ્તી કરી હતી. શોના તે એપિસોડ દરમિયાન, ગોવિંદાએ કૃષ્ણાને મજાકમાં થપ્પડ મારી હતી, જેણે થોડા સમય માટે બધાને ચોંકાવી દીધા હતા. કૃષ્ણા કહે છે કે તેણે ગોવિંદાની ઘણી વાર નકલ કરી છે, પરંતુ આજે તે તેની સામે મિમિક્રી નથી કરી રહ્યો.

આ પછી, ગોવિંદા કૃષ્ણાનો આભાર માને છે અને પ્રેમથી બોલતા બે-ચાર લાફા મારી દે છે. આ જાેઈને માત્ર પ્રેક્ષકો જ નહીં પરંતુ તેમની પુત્રી નર્મદા પણ ચોંકી ગયા. આ પછી, ગોવિંદાએ ખુલાસો કર્યો કે બાળપણમાં પણ કૃષ્ણાની માતા વિચારતા હતા કે મેં તેના બાળકોને માર્યા, પણ એવું નહોતું. બીજી બાજુ કૃષ્ણા ગાલ પર હાથ રાખીને ઉભો રહે છે.આ પછી ગોવિંદાએ કહ્યું કે તે કૃષ્ણાની માતા પદ્માને તેની માતાની જેમ માને છે. નાનપણમાં, કૃષ્ણાની માતા ગોવિંદાની ખૂબ કાળજી લેતી હતી, કારણ કે તેની માતા કામ માટે નીકળી જતી હતી.

ગોવિંદાએ વધુમાં કહ્યું કે, તેની બહેન પદ્માને ૭-૮ વર્ષથી કોઈ સંતાન નહોતુ, એક ભાઈ તરીકે, તેણે તેની બહેન માટે માનતા માની હતી કે પદ્માને સંતાન થાય ત્યારે તે તેને વૈષ્ણો દેવી દર્શન કરવા લઇ જશે ગોવિંદાએ તે માનતા પુરી કરી હતી. ગોવિંદા અને કૃષ્ણા વચ્ચે ઘણો પ્રેમ હતો પરંતુ વર્ષ ૨૦૧૮ માં બંને વચ્ચે અણબનાવ થઈ ગયો હતો. હકીકતમાં, કૃષ્ણાની પત્ની કાશ્મિરાએ એક ટિ્‌વટમાં ઇશારો કર્યો હતો કે ગોવિંદા લગ્નમાં નાચે છે. આ પછી, કૃષ્ણા અને ગોવિંદા વચ્ચે મનદુઃખ થયુ. મામા ભાણેજ વચ્ચે ત્યાર પછી ક્યારેય સરખુ આવ્યુ નથી.

Follow Me:

Related Posts