ટાઈગર શ્રોફ અને દિશા પટાની અલગ થઈ ગયાના અહેવાલો સામે આવ્યા
બોલીવુડના લો પ્રોફાઈલ છતાં ફેવરિટ કપલમાંથી એક ટાઈગર શ્રોફ અને દિશા પટાની અલગ થઈ ગયા હોવાના અહેવાલો છે. છ વર્ષના સંબંધો તૂટી ગયાના સમાચારથી બંનેના ચાહકો આઘાતમાં છે. બોલીવુડના સૌથી ફિટ કપલમાંથી એક ટાઈગર શ્રોફ અને દિશા પટાનીનું બ્રેકઅપ થઈ ગયું છે. છ વર્ષ સાથે રહ્યા બાદ ટાઈગર અને દિશાએ આ ર્નિણય લીધો છે. આમ તો, ટાઈગર અને દિશાએ ક્યારેય પોતાના સંબંધો સાર્વજનિક નહોતા કર્યા. પરંતુ તેમની કેમિસ્ટ્રી અનોખી હતી. ટાઈગર અને દિશાની જાેડી ચાહકોની માનીતી હતી.
અનેકવાર તેમને ઈવેન્ટ્સ, પાર્ટીઝ, ડિનરમાં સાથે જાેવામાં આવતા હતા. ટાઈગર અને દિશાની નજીકના સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે હાલ ટાઈગર અને દિશા સિંગલ છે ગયા વર્ષે પણ ટાઈગર અને દિશાના બ્રેકઅપની ખબરો આવી હતી. જાે કે બાદમાં બંને સાથે જાેવા મળતા તે અફવા સાબિત થઈ હતી. પરંતુ હવે તેમણે પોતાના રસ્તા અલગ કરી લીધા છે. એક વર્ષ જેટલા સમયથી તેમના સંબંધોમાં ઉતાર-ચડાવ ચાલી રહ્યા હતા. અને હવે તેમણે અલગ થાનો ર્નિણય કરી લીધો છે. જે તેમના ચાહતો માટે આઘાત સમાન છે. રિપોર્ટ્સનું માનીએ તો બંને અલગ થઈ ગયા હોવા છતાં મિત્રતા યથાવત રાખી છે.
સોશિયલ મીડિયા પર તેઓ એકબીજાને ફૉલો કરી રહ્યા છે અને એકબીજાની ફિલ્મનું પ્રમોશન પણ કરી રહ્યા છે. બ્રેકઅપ છતાં આ કલાકારોએ તેમના કામ પર અસર નથી પડવા દીધી. હાલ ટાઈગર પોતાની આગામી ફિલ્મનું લંડનમાં શૂટિંગ કરી રહ્યા છે. ટાઈગરની આગામી ફિલ્મ ગણપત અને બાગી ૪ છે. તો દિશા પટાણીની ફિલ્મ એક વિલન રિટર્ન્સ રિલીઝ થવા જઈ રહી છે. ખેર, અલગ પડવું એ તો ટાઈગર અને દિશાનો અંગત ર્નિણય છે. પરંતુ તેમના ચાહકો ઘણા દુઃખી થયા છે.
Recent Comments