અક્ષય કુમારે પોતાની કારકિર્દીમાં બોલિવૂડની અનેક અભિનેત્રીઓને ડેટ કર્યા બાદ અભિનેત્રી ટિ્વંકલ ખન્ના સાથે લગ્ન કર્યા. ટિ્વંકલ પીઢ અભિનેતા રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની પુત્રી છે. અક્ષય કુમાર લાખો દિલો પર રાજ કરે છે. પરંતુ અભિનેતાનું દિલ અભિનેત્રી ટિ્વંકલ ખન્ના પર આવી ગયું. ટિ્વંકલ અને અક્ષય આજે સુખી જીવન જીવી રહ્યા છે..જાે કે અક્ષય કુમાર સોશિયલ મીડિયા પર તેના અંગત જીવન વિશે વધુ પોસ્ટ નથી કરતો, પરંતુ આજે ટિ્વંકલના જન્મદિવસ પર અભિનેતા કવિ બની રહે છે.
પત્નીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા તેણે લખ્યું હતું કે, તમારો સાથ મારી સાથે છે તેથી મારા માટે જીવનની તમામ મુશ્કેલીઓ સામે લડવું સરળ છે. હેપી બર્થ ડે ટીના. ટિ્વંકલ ઘણીવાર અક્ષય સાથે રોમેન્ટિક અને મસ્તી કરતી વખતે ફોટો શેર કરે છે. એકબીજા સાથે રોમેન્ટિક પોસ્ટ કરવાને બદલે તેઓ એકબીજા સાથે મજાક કરતી પોસ્ટ કરે છે. જાે કે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે અને તે જ સમયે એકબીજાને વ્યક્તિગત અને વ્યવસાયિક રીતે સપોર્ટ કરે છે. ટિ્વંકલ અને અક્ષય આ દિવસોમાં માલદીવમાં પરિવાર સાથે વેકેશન માણી રહ્યા છે.
તેઓ ત્યાં નવા વર્ષની ઉજવણી કરશે. જાે કે, આજનો દિવસ ટિ્વંકલ માટે ખૂબ જ ખાસ છે કારણ કે આજે તેના પિતા રાજેશની પણ જન્મજયંતિ છે. ટિ્વંકલે આ પ્રસંગે બાળપણનો એક ફોટો શેર કર્યો અને લખ્યું, તે હંમેશા કહેતા હતા કે, તેના જન્મદિવસ પર સૌથી સારી ભેટ એ છે કે હું તેના જીવનમાં આવી છું. ટિ્વંકલ ખન્ના અને અક્ષય કુમારને એક પુત્ર અને પુત્રી નિતારા પણ છે. ટિ્વંકલ સોશિયલ મીડિયા પર નિતારા સાથેની તસવીરો શેર કરતી રહે છે.
Recent Comments