બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાના ફોલોવર્સ સાથે અવાર-નવાર દિલચસ્પ પોસ્ટ શેર કરતા જાેવા મળે છે. હાલમાં જ અમિતાભ બચ્ચન એકવાર ફરી આવી પોસ્ટને લઈને ચર્ચામાં આવ્યા છે. આ પોસ્ટ અમિતાભે પોતાના ટિ્વટર એકાઉન્ટ પર કરી છે, જેમાં તેઓ ‘ટિ્વટર માલિક ભૈયા’ એલન મસ્કને એક ખાસ રિક્વેસ્ટ કરતા જાેવા મળી રહ્યા છે. અમિતાભે ટિ્વટરની એક ખામી નીકાળી અને તેને ઠીક કરવા કહ્યુ છે. જેના કારણે તેમને ખૂબ જ તકલીફ પડી રહી છે. અમિતાભ બચ્ચને પોતાના ટિ્વટમાં લખ્યુ, ‘અરે, ટિ્વટર માલિક ભૈયા, આ ટિ્વટર પર એક એડિટ બટન પણ લગાવી દો પ્લીઝ!!! વારંવાર જ્યારે ભૂલ પડે છે અને શુભચિંતક જણાવે છે ત્યારે અમારે આખી ટિ્વટ ડિલીટ કરવી પડે છે, અને ખોટી ટિ્વટને ઠીક કરીને ફરી છાપવી પડે છે.
હાથ જાેડી રહ્યા છીએ.’ અમિતાભ બચ્ચને પોતાના અંદાજમાં જ એલન મસ્કને ટિ્વટર પર પોસ્ટમાં એડિટનું ઓપ્શન માંગ્યુ છે. તેણે પોતાના ટિ્વટમાં હાથ જાેડનારું ઈમોજી પણ બનાવ્યું છે. આ પોસ્ટ પર અમિતાભને સોશિયલ મીડિયા યુઝર્સની શાનદાર પ્રતિક્રિયા મળી રહી છે. ઘણાએ તેમની પોસ્ટ પર કોમેન્ટ કરીને લખ્યું છે કે, તે લોકોની પણ એલન મસ્ક પાસે આ જ વિનંતી છે. જાેકે, ઘણાએ એક્ટરને સલાહ આપી છે કે, સારી રીતે વાંચ્યા બાદ જ પોસ્ટ ઈન્ટરનેટ પર શેર કરો. જણાવી દઈએ કે, આ પોસ્ટની પહેલા અમિતાભ બચ્ચને એક મોટીવેશનલ લાઈન શેર કરી હતી. જેમાં અમુક ભૂલ થઈ હતી. ત્યારબાદ અમિતાભે ટિ્વટ ડિલીટ કરીને ફરી શેર કરી અને તેની સાથે માફી પણ માંગી.
Recent Comments