ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં ટપુ નું પત્ર ભજવનાર રાજ અનડકટ દ્વારા લગભગ 5 વર્ષ સુધી કામ કર્યા બાદ સોની સબ ટીવીના આ પોપ્યુલર સીરિયલને અલવિદા કહ્યું હતુ. પણ હવે રાજ અનડકટ કલર્સ ગુજરાતીની નવી ટીવી સિરીયલ સાથે પોતાનું કમબેક કરવા જઈ રહ્યો છે.
અભિનેતા રાજ અનડકટ એક ગુજરાતી ટીવી સિરીયલની સાથે કમબેક કરી રહ્યો છે. કલર્સ ગુજરાતીના યુનાઈટેડ સ્ટેટ ઓફ ગુજરાતના નામની ટીવી સિરીયલમાં તે અમીન શેખ સાથે જોવા મળશે. કૃષ્ણદાસી ફેમ સેનાએ આરજે તરીકે પોતાના કરિયરની શરુઆત કરી હતી. ટીવીની પોપ્યુલર અભિનેત્રીએ અત્યારસુધી 30થી વધુ સીરિયલમાં કામ કરી ચુકી છે. રાજ આ સીરિયલમાં કેશવના પાત્રમાં જોવા મળશે. તો સના આ શોમાં મળવાથી તેના ચાહકો પણ ખુશ છે. કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ સત્યપ્રેમની કથામાં જોવા મળેલા સીનિયર ગુજરાતી અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા પણ આ સીરિયલમાં મહત્વની ભુમિકામાં જોવા મળશે.












Recent Comments