‘ટ્રાયલ પિરિયડ’ સાથે OTT પર જેનેલિયા દેશમુખનું આગમન થયું
હિન્દી અને સાઉથની જાણીતી એક્ટ્રેસ જેનેલિયા ડિસોઝા દેશમુખ ઓટીટી સ્ક્રિન પર આગમન કરી રહી છે. જેનેલિયાની પહેલી ઓટીટી ફિલ્મ ‘ટ્રાયલ પિરિયડ’ છે. જેનેલિયાએ તેમાં બંગાળી માતાનો રોલ કર્યો છે, જે એકલા હાથે સંતાનને ઉછેરે છે. દીકરાની દરેક ઈચ્છા પૂરી કરવા માટે ઝઝૂમતી સિંગલ મધરની અનોખી સ્ટોરી આ ફિલ્મમાં જાેવા મળશે. જેનેલિયાએ પોતાના કેરેક્ટર અંગે વાત કરતા જણાવ્યું હતું કે, અગાઉ ક્યારેય બંગાળી મહિલાનો રોલ કર્યો નથી. તેથી આ પ્રકારનું કેરેક્ટર મારા માટે નવું શીખવાની તક સમા છે. કેરેક્ટર મુજબનો યોગ્ય લૂક હોય તો એક્ટિંગનું અડધું કામ થઈ જાય છે. ફિલ્મના ડાયરેક્ટર અલેયા સેન અંગે વાત કરતાં જેનેલિયાએ કહ્યું કે, તેઓ પહેલેથી ક્લિયર હતા કે કેવા એક્સપ્રેશન અને બોડી લેન્ગવેજ જાેઈએ છે. આ બધું તેમને નેચરલ જાેઈતું હતું અને તેના માટે ઘણી મદદ કરી હતી. બંગાળી મહિલાના રોલ માટે જેનેલિયા બંગાળી શીખી હતી. ફિલ્મમાં જેનેલિયાનું કેરેક્ટર દિલ્હીનું છે. જે હિન્દી અને અંગ્રેજી ભાષા વધારે બોલે છે. ડાયરેક્ટર અલેયા સેનના મતે આ રોલ માટે જેનેલિયા પરફેક્ટ છે. તેઓ દિલ્હીમાં રહેતી અર્બન બંગાળી સિંગલ મધરનો રોલ કરે છે. ટ્રાયલ પિરિયડમાં જેનેલિયાની સાથે માનવ કૌલ લીડ રોલમાં છે. આ ફિલ્મમાં જેનેલિયા પોતાના દીકરાની ઈચ્છા પૂરી કરવા ૩૦ દિવસ માટે ટેમ્પરરી પિતાની શોધ કરતી જાેવા મળશે. આ ફિલ્મ ૨૧ જુલાઈએ જિયો સિનેમા પર રિલીઝ થશે.
Recent Comments