fbpx
ગુજરાત

ટ્રોમા સેન્ટર બહાર નર્સ સ્ટાફ-મેડિકલ ઓફિસરે સગર્ભાની સફળ પ્રસૂતિ કરાવી

સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટર બહાર મારુતિ વાનમાં સગર્ભાની સફળ પ્રસૂતિ કરાવી નર્સિંગ સ્ટાફ અને મેડિકલ ઓફિસરે ફરજની જવાબદારી સાથે પ્રશંસનીય કામગીરીનું ઉદાહરણ આપ્યું છે. સગર્ભા માતા પ્રસૂતિનો મહિનો ભૂલી જતાં અચાનક પ્રસૂતિનો દુખાવો ઊપડ્યો હોવાથી મારુતિ વાનમાં સિવિલ લઈ આવ્યા હતા. દરમિયાન બાળક ગર્ભમાંથી અડધું બહાર પણ આવી ગયું હતું.

ટ્રોમા સેન્ટર બહાર પ્રસૂતાની બૂમાબૂમ સાંભળી પરિચારિકા મનીષા પટેલ અને મેડિકલ ઓફિસર વિભૂતિ દોડી ગયાં હતાં. બાળક ગર્ભમાંથી અડધું બહાર આવી ગયું હોવાનું જાેઈ તાત્કાલિક પરિચારિકાએ મેડિકલ ઓફિસરની મદદથી સગર્ભા માતાની સફળ પ્રસૂતિ કરાવી હતી. ત્યાર બાદ માતાની નાળથી બાળકને અલગ કરી ટ્રોમામાં લઇ જવાયું હતું. મનીષાએ જણાવ્યું હતું કે પ્રાથમિક સારવાર બાદ બન્નેને લેબર રૂમમાં મોકલી અપાયાં હતાં. બાળકનું વજન ૧.૭ કિલો જેટલું હોય એમ કહી શકાય છે.

બાળક ગર્ભમાંથી અડધું બહાર આવી ગયેલી હાલતમાં જાેઈ મેડિકલ ઓફિસરની મદદથી સગર્ભા માતા અને બાળકની ગંભીરતા જાેઈ તાત્કાલિક મારુતિ વાનમાં પ્રસૂતિ કરાવી બન્નેના જીવ બચાવી લીધા હતા. એટલું જ નહીં, પણ બાળકને તાત્કાલિક માતાની નાળથી છૂટો પાડી પ્રાથમિક સારવાર બાદ માતા અને નવજાત બાળકને લેબર રૂમમાં મોકલી આપ્યાં હતાં. બાળકનું વજન લગભગ ૧.૭ કિલો જેટલું જ હોય એમ લાગતું હતું, એટલે બાળકને એનઆઇસીયુમાં દાખલ કરી ઓબ્ઝર્વેશનમાં મુકાઈ એવું લાગી રહ્યું છે, જાેકે માતાની તબિયત સાધારણ છે.

Follow Me:

Related Posts