સુરતમાં કચરામાં ફેંકાયેલ નવજાતનું મોત, માતા સગીર નીકળી

સુરતમાં એક નાળા પાસે નવજાત શિશુ મળી આવતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. તપાસ બાદ પોલીસે ૧૬ વર્ષની યુવતી પર આરોપ લગાવ્યો હતો. સુરતમાં માનવતાને શરમાવે એવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતમાં એક નાળા પાસેના કચરાની વચ્ચેથી એક નવજાત બાળક મળી આવ્યું છે. માંસ ખાનારા પક્ષીઓ તેની ઉપર મંડરાતા હતા. બાળકોના ટોળાએ પક્ષીઓને વિખેરવા માટે પથ્થરમારો કર્યો અને અવાજ કર્યો. આ પછી પોલીસને બોલાવવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, આ નવજાતને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ કેસની તપાસ કરતી વખતે પોલીસે આ કેસમાં આરોપી તરીકે ૧૬ વર્ષની સગીર છોકરીની ઓળખ કરી હતી.
આ સગીરા તે નવજાત શિશુની માતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસ ઝોન ૪ના ડીસી વિજય સિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, “શરૂઆતમાં તેની માતા અને ભ્રૂણનો ગર્ભપાત કરનાર વ્યક્તિએ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન, ૧૬ વર્ષની છોકરીને મેડિકલ તપાસ માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.” જ્યાં ડોક્ટરે પુષ્ટિ કરી કે તે ગર્ભવતી છે. પોલીસ અધિકારીએ કહ્યું, “તપાસ પર જાણવા મળ્યું કે છોકરી ૧૬ વર્ષની હતી અને ૩ જાન્યુઆરી સુધી શાળાએ ગઈ હતી.” વધુ પૂછપરછ પર, છોકરીએ જણાવ્યું કે તે ઇન્સ્ટાગ્રામ પર એક ૧૭ વર્ષના છોકરાને મળી હતી અને તેઓ મિત્રો બન્યા હતા. બંને ઈન્સ્ટાગ્રામ દ્વારા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. આ છોકરો સુરતના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર પાંડેસરામાં ભાડાના મકાનમાં રહેતો હતો અને બંને વચ્ચે શારીરિક સંબંધો હતા. માહિતી આપતા પોલીસે જણાવ્યું કે સગીરા ગર્ભવતી હોવાની જાણ થતાં જ છોકરો પહેલા ઉત્તર પ્રદેશ અને પછી મુંબઈ તેના ઘરે ભાગી ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે દવા ખાઈને યુવતીએ ઘરમાં જ ગર્ભપાત કરાવ્યો અને પછી ભ્રૂણને ગટર પાસે કચરાના ઢગલામાં ફેંકી દીધું. પોલીસ અધિકારીએ કહ્યું કે અમે છોકરા અને છોકરીના ડીએનએ સેમ્પલ લીધા છે અને તપાસ ચાલી રહી છે. દરમિયાન, છોકરાને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
Recent Comments