ઠાસરા ગામમાં શિવજીની શોભાયાત્રા પર પથ્થરમારોબે જૂથના લોકો આમને સામને આવી જતા વરાવરણ તંગ બન્યું
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના સામે આવી છે. શ્રાવણ મહિનાની અમાસને લઈ ઠાસરા ગામમાં શિવજીની સવારી નીકળી હતી. શિવજીની સવારી ઉપર પથ્થરમારો થતા વિસ્તારમાં સ્થિતિ તંગ બની છે. બે જૂથના લોકો આમને સામને આવી જતા પથ્થરમારો થયો છે. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સ્થિતિને સંભાળી છે.
મળતી માહિતી પ્રમાણે, ખેડાના ઠાસરામાં થયો બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના ઘટી છે. શ્રાવણ મહિનાની અમાસને લઈ ઠાસરા ગામમાં શિવજીની સવારી નીકળી હતી. શિવજીની સવારી ઉપર પથ્થરમારો થયો છે. બે જૂથના લોકો આમને સામને આવી જતા આ ઘટના ઘટી છે અને સામસામે પથ્થરમારો થયો છે. આ ઘટનાની માહિતી મળતા જ ઠાસરા ડાકોર સેવાલિયા સહિતની પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. જિલ્લાની એલસીબી એસઓજી સહિતનો કાફલો ઠાસરા જવા રવાના થયો છે. ખેડા એસપી રાજેશ ગઢીયા અને ડીવાયએસપી ઘટના સ્થળ પર પહોંચ્યા છે.
Recent Comments