અમરેલી

ઠેબી સિંચાઇ યોજનાઃ જળાશય પૂર્ણ સપાટી સુધી ભરાતા એલર્ટ

અમરેલી તાલુકાના અમરેલી ગામ પાસે ઠેબી નદી પર આવેલ ઠેબી સિંચાઇ યોજનાના આજરોજ તા.૦૫.૦૯.૨૦૨૪ સમય બપોરે ૧.૪૦ વાગ્યે ડિઝાઈન સ્ટોરેજના પૂર્ણ સપાટી સુધી ભરાતા રુલ લેવલ જાળવવા માટે ગમે તે સમયે દરવાજા ખોલવામાં આવશે. આથી નીચાણવાળા વિસ્તારના અમરેલી,  પ્રતાપપરા, ફતેપુર અને ચાંપાથળ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને નદીના પટ કે કાંઠા વિસ્તારમાં અવર જવર ન કરવા અને સાવચેત રહેવા અનુરોધ છે.હાલની સ્થિતિએ, જળાશયનું લેવલ ૧૨૪.૫૦ મીટર, ઉંડાઇ ૩.૯૦ મીટર, જથ્થો ૫૭૧૫૦ એમ.ક્યુમ, જીવંત જથ્થો ૫.૦૪૭૬ એમ.ક્યુમ છે. જળાશયમાં હાલમાં પાણીની આવક ૨૭૮ ક્યુસેક અને આઉટફ્લો ૦૦ છે. જળાશયના ડિઝાઇન સ્ટોરેજ ૫.૭૧૫૦ અને ડિઝાઇન સ્ટોરેજ પાણીની ટકાવારી ૫૩.૬૬ ટકા છે, તેમ અમરેલી જળસિંચન વિભાગના, અમરેલી ફ્લડસેલ વાયરલેસના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts