fbpx
અમરેલી

જિલ્લા કલેકટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ માર્ગ સલામતીની કામગીરીની સમીક્ષા કરતા વાહન ચાલકોની સલામતી માટે સંબંધિત અધિકારીશ્રીઓને જરુરી માર્ગદર્શક સૂચનાઓ આપી હતી.અમરેલી જિલ્લા સેવા સદન કલેકટર કચેરી ખાતે યોજાયેલ આ બેઠકમાં કલેકટરશ્રીએ, વાહન ચાલકોની સલામતી માટે અમરેલી જિલ્લાના વિવિધ રસ્તા પર આવશ્યકતા મુજબ જરુરી સૂચનાઓ સાથેના સાઈન બોર્ડ, સ્પીડ બ્રેકર, સ્પીડ લિમિટ દર્શાવતા બોર્ડ, રેડિયમ, માર્કિંગ પટ્ટા, બેરિયર લગાવવા સહિતની સૂચના આપી હતી.

જિલ્લા કલેકટરશ્રીએ માર્ગ સલામતી માટે જોખમી ગણાતી અને રોડ પર સામેથી આવતા વાહન ચાલકને આંખોને આંજી દેનાર વાહનોની હેડ લાઇટ ધરાવનાર વાહન માલિકો વિરુદ્ધ ઝુંબેશ સ્વરુપે દંડ સહિતની કાર્યવાહી કરવા માટે પણ નિર્દેશ આપ્યા હતા.આ બેઠકમાં રોડ સેફટી સંદર્ભે વિવિધ વિભાગ કચેરીઓ દ્વારા થયેલી કામગીરીની પણ સમીક્ષા કરી માર્ગ સલામતી માટે જરુરી પગલાંઓ લેવા માટે પરામર્શ કરવામાં આવ્યો હતો.સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ માર્ગ સલામતી માટે વિવિધ કચેરીઓ દ્વારા થયેલી કામગીરીની સંકલિત વિગતો પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરી હતી.આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા શ્રી હિમકરસિંઘ, માર્ગ અને મકાનના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી, પોલીસ, આરોગ્ય, નેશનલ હાઈ-વે ઓથોરિટી સહિત કચેરીઓના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts