ડાયાબિટીસના સંકેત આપે છે ‘આ’ લક્ષણો, મોડું કર્યા વગર તરત જ કરાવો ટેસ્ટ
આજકાલ અનેક લોકો ડાયાબિટીસની ઝપેટમાં આવી રહ્યા છે. આજની આ ફાસ્ટ લાઇફમાં ડાયાબિટીસની બીમારી ખૂબ જ ઝડપથી વધી રહી છે. નાની ઉંમરના બાળકો પણ આ બીમારીમાં સપડાઇ રહ્યા છે. ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ આપણી લાઇફસ્ટાઇલ અને ખાણીપીણી છે. આ સિવાય જેનેટિક કારણે પણ વ્યક્તિ ડાયાબિટીસનો શિકાર બની શકે છે.
જો તમે ડાયાબિટીસના લક્ષણોને સમય પર ધ્યાન નથી આપતા તો આ સમસ્યા વધી શકે છે. તો જાણી લો તમે પણ આજે કેટલાક એવા સંકેતો વિશે જેના પરથી તમને ખ્યાલ આવશે કે હવે તમારે ડાયાબિટીસ ટેસ્ટ કરાવવાની જરૂર છે.
વારંવાર બાથરૂમ જવું પડે
શરીરમાં શુગરની માત્રા વધારે પ્રમાણમાં હોવાથી કિડની એને બ્લડથી નિકાળવાનું કામ કરે છે. આ કારણે વ્યક્તિને વારંવાર બાથરૂમ જવું પડે છે. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર વારંવાર વોશરૂમ જવું ડાયાબિટીસનો સંકેત છે.
વધારે પ્રમાણમાં પાણીની તરસ લાગવી
વારંવાર બાથરૂમ જવાને કારણે શરીરમાં ડિહાઇડ્રેશનની સમસ્યા થઇ શકે છે. આ કારણે વ્યક્તિને વધારે પાણીની તરસ લાગે છે. એવામાં આ સ્થિતિ ડાયાબિટીસ તરફનો સંકેત આપે છે.
બહુ ભુખ લાગવી
શરીરમાં બ્લડ શુગર લેવલ વધવાથી ભુખ વધારે પ્રમાણમાં લાગે છે. આ કારણે શરીર અંદરથી શુગરને નિકાળવાની કોશિશ કરે છે.
થાક લાગવો
શરીરમાં બ્લડ શુગર લેવલની માત્રા વધવાથી વ્યક્તિને વારંવાર થાક લાગ્યા કરે છે. આ પરિસ્થિતિમાં મોડું કર્યા વગર તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઇએ.
વજન ઓછુ થવાની સમસ્યા
અચાનક વજન ઓછુ થવાની સ્થિતિ વ્યક્તિને ડાયાબિટીસની ઝપેટમાં આવવાનો સંકેત આપે છે. જો તમારું વજન પણ અચાનક જ સડસડાટ ઉતરી રહ્યું છે તો તમને ડાયાબિટીસ હોઇ શકે છે. આ માટે તમારે બને એમ વહેલા ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ અને એમને અનુસરવું જોઇએ, જેથી કરીને પાછળથી કોઇ પ્રોબ્લેમ્સ ના થાય.
Recent Comments