fbpx
ગુજરાત

ડીસામાંથી યુવતીનું અપહરણ કરી નાસ્તા ફરતા આરોપીને પોલીસે અમદાવાદના વિઠ્ઠલપુરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો

ડીસામાંથી દોઢ મહિના અગાઉ યુવતીનું અપહરણ કરી નાસ્તા ફરતા આરોપીને પોલીસે અમદાવાદના વિઠ્ઠલપુરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. યુવતી સાથે આરોપીની અટકાયત કરી ડીસા ઉત્તર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડીસાના રિજમેટ વિસ્તારમાંથી દોઢ મહિના અગાઉ એક યુવતીને લગ્નની લાલચ આપી એક યુવક અપહરણ કરી ભગાડી ગયો હતો. જે અંગે યુવતીના પરિવારજનોએ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે અપહરણ કરનારા યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકની શોધખોળ હાથ ધરી હતી.

તે દરમિયાન કોલ ડિટેલ્સના આધારે ઝીણવટભરી તપાસ કરતા અપહરણ યુવક અમદાવાદના વિઠ્ઠલપુરા વિસ્તારમાં રહેતો હોવાની ખાનગી રાહે માહિતી મળતા જ ડીસા શહેર ઉત્તર પોલીસની ટીમે તપાસ શરૂ કરી હતી. અને યુવતીને ભગાડી જનારા કાંકરેજના વરસડા ગામના ભરત ઓડને યુવતી સાથે ઝડપી પાડ્યો હતો. યુવતીને ભગાડી જનારા યુવકની પોલીસે અટકાયત કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે ભોગ બનાનાર યુવતીને તેના પરિવારજનોને સોંપી હતી.

Follow Me:

Related Posts