fbpx
ગુજરાત

ડીસા થરાદ હાઈવે પર ગાડી ફંગોળાઈને ખેતરમાં ઘૂસી જતા ૧નું મોત

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જાેવા મળી રહ્યો છે. જેમાં રાત્રી દરમિયાન ડીસા-થરાદ હાઇવે ઉપર આગથળા નજીક એક ગાડી વચ્ચે અચાનક નીલગાય આવી જતા ગાડી ફંગોળાઈને ખેતરમાં ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને ૧૦૮ દ્વારા નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બનાવના પગલે સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.ડીસા-થરાદ હાઇવે ઉપર આગથળા નજીક ગાડી વચ્ચે નીલગાય આવી જતાં ગાડી ફંગોળાઈને ખેતરમાં ઘૂસી જવાની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું મોત અને ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts