ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ દ્વારા ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનારા ૧૦૦ થી વધારે વિદ્યાર્થીઓને ડ્રીમ ડાયરી ભેટ આપવામાં આવી

અમરેલી માં કાર્યરત ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ દ્વારા ચિત્ર સ્પર્ધાના સ્પર્ધકોને ડ્રીમ ડાયરી ની અનોખી ભેટ આપવામાં આવી. વેકેશન ના સમયમાં ઇશ્વરીયા,મતિરાળા, વરસડા તેમજ અમરેલી માં વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ વિષય પર ચિત્ર તૈયાર કરવામાં આવ્યા હતા અને આ દરેક વિદ્યાર્થીને સ્પર્ધામાં ભાગ લેવા બદલ વિશિષ્ટ પ્રોત્સાહન ઈનામ ની અંદર ડ્રીમ ડાયરી આપવામાં આવેલી હતી. ખાસ કરીને આ ડાયરી તેમના વાલીઓ ના હાથે તેમને ભેટ આપવાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.ડ્રીમ ડાયરી એ આ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલી ખાસ પ્રકારની બુક છે જેની અંદર વિદ્યાર્થીઓ પોતાના સપનાને લખી શકે અને તેના સુધી પહોંચવાની યોગ્ય દિશા આ ડાયરી ના માધ્યમ થી એમને મળી રહે તેવા પ્રકારની આ ખાસ ડાયરી છે. વિદ્યાર્થીઓ પોતાના સપનાને આસાનીથી સાકાર કરી શકે અને તેનો યોગ્ય રોડમેપ બનાવી શકે તેવા હેતુ થી આ ડાયરી તૈયાર કરવામાં આવેલી છે. આ ડ્રીમ ડાયરી નું વિમોચન વિશ્વ વંદનીય સંત મોરારી બાપુ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ ડાયરી વિશ્વ ના 21 દેશોમાં પ્રસિદ્ધ થયેલી છે.વધારે માં વધારે વિદ્યાર્થીઓના સપનાઓ સાકાર થાય તેવા શુભ હેતુ થી ડો.કલામ ઇનોવેટીવ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને આ ડાયરી આપવામાં આવી હતી.

Recent Comments