ડ્રગ્સ કેસઃ એનસીબીની ચાર્જશીટમાં રિયાએ સુશાંતના પરિવાર વિરૂદ્ધ લગાવ્યા ગંભીર આરોપ
બોલીવુડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતની મોત સાથે જાેડાયેલાં ડ્રગ્સ એન્ગલમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ રિયા ચક્રવર્તીનું નિવેદન પોતાની ચાર્જશીટમાં સામેલ કર્યું છે. રિપોટ્સ મુજબ આ નિવેદન હાથથી લખેલું છે અને તેમાં રિયાએ સુશાંતના પરિવાર વિરૂદ્ધ ગંભીર આરોપ લગાવ્યા છે. રિયાના નિવેદન મુજબ, સુશાંતને ડ્રગ્સની આદત, તેની સાથે થયેલી મુલાકાત પહેલાં જ લાગી ગઈ હતી. આ કારણે જ તે તેની નજીક આવ્યો હતો.
રિયાએ પોતાના નિવેદનમાં કહ્યું કે સુશાંત પોતાની બહેન પ્રિયંકા અને જીજાજી સિદ્ધાર્થની સાથે ગાંજાે લેતો હતો અને તેના માટે તેઓ ગાંજાે લાવતા પણ હતા. રિયાના નિવેદન મુજબ, સુશાંતનો પરિવાર આ અંગે બધું જ પહેલેથી જાણતો હતો કે તેને ડ્રગ્સની આદત પડી ગઈ છે.
રિયાએ એનસીબીને એમ પણ જણાવ્યું, જ્યારે સુશાંતની સ્થિતિ બગડવા લાગી તો તેનો ભાઈ શૌવિક તેને હોસ્પિટલમાં દાખલ કરાવવા માગતો હતો, પરંતુ તે તેના માટે રાજી ન થયા. રિયાના જણાવ્યા મુજબ, સુશાંત તેમને એટલા મળતો હતો કે જેથી તે (સુશાંત) તેને ડ્રગ્સ અપાવી શકે.
રિયાએ પોતાના નિવેદનમાં તે પ્રિસ્ક્રિપ્શનનો પણ ઉલ્લેખ કર્યો, જે ૮ જૂન ૨૦૨૦નાં રોજ સુશાંતની બહેન પ્રિયંકાએ તેને વ્હોટ્સએપમાં મોકલ્યું હતું. તેમાં ૈંૈહ્વિૈેદ્બ ૧૦ દ્બખ્ત, હીટૈર્ં જેવી દવાઓનો ઉલ્લેખ હતો, જે દ્ગડ્ઢઁજી અંતર્ગત ડ્રગ્સ હતા. પ્રિસ્ક્રિપ્શનમાં સુશાંતને આ દવાઓ લેવાનું કહેવામાં આવ્યું હતું. દવાઓનું આ પ્રિસ્ક્રિપ્શન દિલ્હીના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. તરૂણે સુશાંતને મળ્યા વગર જ લખી આપ્યું હતું. કન્સલ્ટેશન વગર આ દવાઓ ન આપી શકાય.
રિયાએ એનસીબીને આપેલા નિવેદનમાં તે વાતનો ખાસ કરીને નોટ કરાવી કે પ્રિયંકાએ મોકલેલા પ્રિસ્ક્રિપ્શનની દવાઓથી સુશાંતનું મોત પણ થઈ શક્યું હોત. ૮-૧૨ જૂન વચ્ચે તેની બહેન મીતૂ તેની સાથે રહેતી હતી. તેને આ વાતની જાણકારી મુંબઈ પોલીસને આપી હતી.
રિયાએ પોતાના નિવેદનમાં કહ્યું, તેને સુશાંતને હોસ્પિટલમાં દાખલ કરાવવાના પ્રયાસ કર્યા હતા અને તે વાતના તેની પાસે પુરાવા પણ છે. જાે કે તે વાતને લઈને સુશાંત સહમત ન હતો. તેથી આવું ન થઈ શક્યું. રિયાએ પોતાના નિવેદનમાં છેલ્લે લખ્યું, તેને આ પ્રકારનું નિવેદન આપવા માટે એનસીબી દ્વારા ધમકાવવામાં નથી આવી. તમામ અધિકારીઓએ તેની સાથે સારો વ્યવહાર કર્યો.
Recent Comments