હાલ ભારતમાં મોટાભાગના ખેડૂતોની આર્થિક સ્થિતિ સારી નથી. જેનું મુખ્ય કારણ આ પાકના યોગ્ય ભાવ ન મળવાનું છે. જો કે ઘણા ખેડૂતો એવા છે જેઓ પરંપરાગત ખેતીથી દૂર જઈને લાખો અને કરોડો ની કમાણી મેળવી શકશે . ડ્રેગન ફ્રુટનું વૈજ્ઞાનિક નામ Hyloceresundatus છે, જે મુખ્યત્વે મલેશિયા, થાઈલેન્ડ, ફિલિપાઈન્સ, યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા અને વિયેતનામ જેવા દેશોમાં ઉગાડાય છે. જો આ ખેતર એક એકરનું ખેતર દર વર્ષે લાખો રૂપિયા સુધીની કમાણી કરાવી શકે છે.
આ ખેતી શરુઆત માં ચાર-પાંચ લાખ રૂપિયા જેટલી ખર્ચ માંગી શકે છે . હાલ ડ્રેગન ફ્રૂટ એક સિઝનમાં ઓછામાં ઓછા ત્રણ વખત ફળ આપે છે. જેમાં એક ફળનું વજન સામાન્ય રીતે 400 ગ્રામ જેટલું હોય છે. એક વૃક્ષ ઓછામાં ઓછા 50-60 ફળ આપે છે. ભારતમાં ડ્રેગન ફ્રૂટની કિંમત 200 થી 250 રૂપિયા પ્રતિ કિલો છે. આમ દરેક વૃક્ષ 6 હજાર રૂપિયા ની કમાણી કરાવી શકે છે.
*વાતાવરણ*
આ પાક જ્યાં વરસાદ ઓછો હોય ત્યા પણ ફળ સારી રીતે ઉગે છે. જો જમીનની ગુણવત્તા બહુ સારી ન હોય તો પણ આ ફળ સારી રીતે ઉગી શકે છે. ત્યારે 20 થી 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ડ્રેગન ફ્રુટની ખેતી સરળતાથી કરી શકાય છે. આ સૂર્યપ્રકાશ વધારે જોઈએ છીએ . આ પાક રેતાળ જમીનમાં પણ થઈ શકે છે.
*ડ્રેગન ફ્રૂટ પાકના ફાયદા*
હાલ માં ડ્રેગન ફ્રૂટનો ઉપયોગ જામ, આઈસ્ક્રીમ, જેલી ઉત્પાદન, ફળોના રસ, વાઈન માટે જરૂરી છે . #આનો ઉપયોગ ફેસ પેકમાં પણ થાય છે. જો કે ફળો સ્વાસ્થ્ય માટે ખૂબ સારા મનાય છે. # આનાથી તે ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે.આ ઉપરાંત તે કોલેસ્ટ્રોલમાં પણ ફાયદો કરે છે. #આર્થરાઈટિસની બીમારીને પણ દૂર કરી શકે છે .
Recent Comments