રાષ્ટ્રીય

ડ્રેનેજ લાઈનનું કામ કરતી વખતે ગૂંગળામણ થવાથી ચાર મજૂરોના મોત

મહારાષ્ટ્રના પૂણેનો એક દર્દનાક કિસ્સો સામે આવ્યો છે, મુંબઈના પુણેના લોની કાલભોર વિસ્તારમાં ચાર મજુરો એક શોંચાલયની પાણીની ટાંકી સાફ કરતી વખતે ગૂંગળામણ થવાથી મુત્યુ થયાની ઘટના સામે આવી છે ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ અને લોની કાલભોર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તપાસ ચાલુ કરી ફાયર બ્રિગેડના જવાનોએ ચેમ્બરમાંથી ચારેય મૃતદેહોને બહાર કાઢ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે. ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહોને બહાર કાઢી લીધા છે. પરંતુ દુઃખની વાત એ છે કે ચારમાંથી એક પણ મજૂરનો જીવ બચાવી શકાયો નથી.

સેપ્ટિક ટાંકી સાફ કરવાનું આ કાર્ય માત્ર ગંદકી સાફ કરવાનું મુશ્કેલ કાર્ય નથી, પરંતુ તે કેટલું જાેખમી છે તે પણ આ મજૂરોના દર્દનાક મૃત્યુ પરથી સમજાય છે. ત્યારબાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા મળેલી માહિતી અનુસાર પૂણેના લોની કાલભોર વિસ્તારમાં એક હોટલની પાછળ સોસાયટી બિલ્ડિંગની ટોઈલેટ ટાંકીનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. ડ્રેનેજ લાઈનનું કામ કરતી વખતે ત્રણ મજૂરો ચેમ્બરની અંદર નીચે ઉતરી રહ્યા હતા. અંદર ગૂંગળામણથી તેમનું મૃત્યુ થયું હતું. આ પછી તેના સાથીને બહાર કાઢવાના ચક્કરમાં ચોથા મજૂરનું પણ ટાંકીમાં ઉતરવાથી મૃત્યુ થયું હોય તેવું આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે. આ ઘટનાથી લોકોમાં અને તે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ફેલાઈ રહ્યો છે.

Related Posts