fbpx
રાષ્ટ્રીય

ઢોલ જેવા પેટને ફ્લેટ કરવા પીવો આ ‘ચા’

વજન ઘટાડવા માટે આજકાલ અનેક લોકો અલગ-અલગ પ્રકારની કસરત કરતા હોય છે. આમ, કોઇ જીમમાં જાય છે તો કોઇ યોગા કરીને પણ વજનને કંટ્રોલ કરતા હોય છે. તેમ છતા વ્યક્તિને સંતોષ થતો નથી. આમ, જો તમે પણ આ મુંઝવણમાં જો અને તમારે પણ સડસડાટ વજન ઘટાડવુ છે તો હવે તમારે કોઇ ચિંતા કરવાની જરૂર નથી. 

હેલ્થ એક્સપર્ટ અનુસાર મોટાપાને કારણે તમારી પર્સનાલિટી ખરાબ પડે છે અને સાથે-સાથે તમે અનેક બીમારીઓની ઝપેટમાં પણ જલદી આવી જાવો છો. જો કે આજકાલ વર્ક ફ્રોમ હોમને કારણે અનેક લોકો વજન વધવાની સમસ્યાથી પીડાતા હોય છે. આમ, જો તમે આજથી ડેલી રૂટિન એક્સેસાઇઝની સાથે-સાથે આ ચા પીવાની શરૂ કરી દેશો તો તમારું વજન પણ સડસડાટ ઉતરવા લાગશે. તો જાણી લો તમે પણ આ હેલ્ધી ટી વિશે અને કરી દો આજથી જ પીવાની શરૂ.

બ્લેક ટી

વજન ઘટાડવા માટે બ્લેક ટીને સૌથી સારી ગણવામાં આવે છે. તમે દિવસમાં 1-2 વાર બ્લેક ટીનું સેવન કરી શકો છો.  બ્લેક ટી પીવાથી બેલી ફેટ બર્ન થાય છે.  બ્લેક ટી પીવાથી ઇમ્યુનિટી બુસ્ટ સારી થાય છે અને સાથે-સાથે દિવસભરમાં તમને થાક પણ લાગતો નથી.

ગ્રીન ટી

આજકાલ ગ્રીન ટી અનેક લોકોની પહેલી પસંદ બની ગઇ છે. ગ્રીન ટી પીવાથી વજન તો કંટ્રોલમાં રહે છે પણ સાથે-સાથે દિવસમાં તમે એકદમ ફ્રેશ મુડ પણ ફિલ કરો છો. હેલ્થ એક્સપર્ટ અનુસાર 1-2 કપ ગ્રીન ટી પીવાથી શરીમાં લોહીનું પરિભ્રમણ ખૂબ સારી રીતે થાય છે. આ સાથે જ ગ્રીન ટી પીવાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે અને અનેક બીમારીઓથી પણ બચી શકો છો.

લેમન ટી

શું તમે ક્યારે પણ લેમન ટી પીધી છે? જો ‘ના’ તો તમે પણ આજથી લેમન ટી પીવાની શરૂ કરી દો. લેમન ટીમાં વિટામીન સી અને એન્ટી ઓક્સિડન્ટ જેવા ગુણો રહેલા હોય છે. લેમન ટી પીવાથી શરદી, ખાંસી, ગળામાં ખીચખીચ જેવી અનેક સમસ્યાઓમાંથી પણ રાહત મેળવી શકો છો. તમને જણાવી દઇએ કે લેમન ટી પીવાથી વજન સડસડાટ ઘટવા લાગે છે અને સાથે-સાથે તમે હેલ્ધી પણ રહો છો

Follow Me:

Related Posts