“તકેદારી સપ્તાહ” નીચું નિશાન ન માફ ના મહા મુત્સદી જટિલ સમસ્યા માં સચોટ ઉકેલ રોલેટ નાબુદી ના નાયક અખંડ ભારત ના શિલ્પી સરદાર ની ૧૪૭ મી જન્મ જ્યંતી
ભારત દેશમાં જયારે કશાકનું સર્જન થાય છે રાષ્ટ્રને પ્રેરણાસ્ત્રોત બની રહે તેવા રત્નો આ દેશને અવાર નવાર મળ્યા છે અને તેમના પ્રયાસથી હિંદને પરતંત્રતાના અંધકારમાંથી બહાર લાવી અને અન્યાય અત્યાચારની સામે લડવા મજબુત મનોબળની પ્રેરણા આપનાર સરદારશ્રી વલ્લભભાઈ પટેલનો જન્મ મોસાળ નડિયાદમાં સ ૧૮૭૫ ની ૩૧ ઓકોબરે લેઉઆ પાટીદાર ખેડત કુટુંબમાં થયો તેમના પિતાનું નામ ઝવેરભાઈ પટેલ અને માતાન નામ લાડબાઈ તેમના માત-પિતા ના ચોથ સંતાન એટલે આપણાં સરદાર પટેલ અભ્યાસ કરવા તેઓ પેટલાદ અને વધુ અભ્યાસ માટે મોસાળ નડિયાદ અભ્યાસ ક્રમ દરમિયાન અનેક વખત વિધાર્થીની આગેવાની લઈને સત્ય માટે સાથે રહી ને શિક્ષકોને માફી માંગવાની સ્થિતીમાં લાવનાર સ્કુલમાં નિડર વિદ્યાર્થીનુ બિરૂદ સાત હજાર માઈલ દુરથી આવીને જે અંગ્રેજ પ્રજાએ હિન્દુસ્તાનને ગુલામ બનાવ્યો તે પ્રજાનો દેશ જોવાની તેમની ઝંખના હતી અને વિલાયત જવા માટેની તજવિજ હાથ ધરી છેવટે એમણે વકીલાત કરી પૈસા કમાઈ લઈ વિચક્ષણ બુદ્ધિ હૈયાસુઝ વ્યવહારૂતા અને સૌથી વધતો સામા માણસને એક નજર પડતા જ ઓળખી લેવાની તેમની કુદરતી શકિત અમોઘ દુરંદેશી ના હિસાબે સરદાર જોત જોતામાં એક પ્રખ્યાત વકીલ બની ગયા પૈસાનો તો વરસાદ થવા લાગ્યો .વકીલ તરીકે એમની બહોળી લોકચાહના એટલી બધી હતી કે ભલભલા ન્યાયધીશો એમનાથી ધ્રૂજતા એક વાર બોરસદની કોર્ટમાં એક કેસની દલીલ ચાલી રહી હતી ત્યારેજ તેમની પત્નીના દુઃખદ મૃત્યુનો તાર એમને મળયો છાતી ચીરી નાખનાર આ આઘાત જનક સમાચાર તેમણે વાંચ્યા અને શાંતીથી તે તાર પોતાના ખિસ્સામાં મુકી દીધો આવા અજોડ આત્મ સંયમ ધરાવતા સરદાર વલ્લભભાઈ પટેલ દર્દી ઓની સેવા શ્રધ્ધા રાખીને જાનને જોખમમાં મૂકી નિડરતા પૂર્વક દર્દીઓની સેવા કરતા અમદાવાદ મ્યુનિસિપાલીટીના પ્રમુખ હતા તે દરમિયાન શહેર સુખાકારી અને સુંદરતા વધારવા તેમણે જબરો પુરૂષાર્થ કરીને શહેર આધુનિક સ્વરૂપ આપ્યું કાળા કાયદા તરીકે જાણીતો થયેલ રોલેટ કાયદા નાબુદ કરવામાં નિર્ણાયક ભૂમિકા અને સરકારે જેના પર પ્રતિબંધ મુકે તેવા સર્વોદર અને હિન્દ સ્વરાજ જાહેરમાં વેચાણ અને જાહેર સભા અને સત્યાગ્રહ પત્રિકાનું પ્રકાશન કર્યું પ્રજા લક્ષી કાર્યાથી ભારે જનમેદન એકઠી કરનાર પ્રસંગો માં શિક્ષાત્મ માથાવેરો દુર કરવી ગુજરાતમાં પુરસંકટની પ્રસંશનીય સેવા અને પ્રખ્યાત બારડોલી સત્યાગ્રહ વખતે અદાના કાર્યકર અને સરદારનુ બિરૂદ ઈ .સ ૧૯૨૮ માં મુંબઈ સરકારે સુરત જિલ્લાના બારડોલી તાલુકાની જમીન મહેસુલમાં મનસ્વી રીતે વધારો સામે અને ખેડુતો ખળભળી ઉઠયા અને સરદારશ્રીએ આગેવાની લીધી સૈન્યને સરદાર મળી ગયા પછી તો પછવું જ શું તાલુકાની ૮૦ હજાર જનમેદની સરદારના એક શબ્દ પર ન્યોચ્છાવર થવા એક ખડેપગે ગામડામાં પ્રાણ ફૂંકયો ભાગી પડેલા કિસાનોને પ્રથમ વર્ષે જાગૃતિ અને સ્વાભિમાનની લહેર સ્પર્શી ગઈ આ લડતની ઉપર સમગ્ર દેશની મિટ હતી અને અંગેજ સરકાર ઘુંટણીએ પડી સરદાર નું નામ પુરા દેશમાં ગાજતું થઈ ગયું બારડોલીના વિજય પછી સરફર પાછળ કિસાન જનતા ગાડી તુર થઈ અને દેશભરમાં કિસાન પરીષદો સંબોધવા માટે આંમત્રણો મળ્યા આ દેશને જો સરદાર ન મળ્યા હોત તો કદાચ ભારત અખંડ ન બન્યો હતો સોમનાથ મંદિરનો પુનઃજીર્ણોદ્ધાર હોય કે દેશી રજવાડાનો વિલીનીકરણા સરદારથી શકય થયું છે મુશ્કેલીમાં બાળકને યાદ આવે છે તેમ જટિલ સમસ્યા માં હમેશા સ્મરણ કરતા સરદાર એક મહા મુત્સદી હતા તેમની ની ૧૪૬ મી જન્મ જ્યંતી એ મનવંદન ભારત ના આ સપૂત ના જન્મ દિન ને તકેદારી સપ્તાહ તરીકે ઉજવાય છે ભ્રષ્ટાચાર ની અસરો સામે લોક શિક્ષણ અને લોકો ના અધિકારો આપતા તકેદારી સપ્તાહ થી જનજન સુધી હક્ક અધિકાર બક્ષતિ કરવા સરદાર ના જીવન કવન માં ડગલે ને પગલે ન્યાય નીતિ સદાચાર હક્ક ઉપલબ્ધી નું અપાર સમર્થન મળી આવે છે તેથી તેમની જન્મ જ્યંતી ને તકેદારી સપ્તાહ તરીકે ઉજવાય છે
Recent Comments