તમાકુની બનાવટોનું વેચાણ કરનાર પર કાર્યવાહી કરી દંડ કરવામાં આવ્યો
તમાકુ અધિનિયમન-૨૦૦૩ કાયદાની અમલવારી અને જન જાગૃતિ માટે જિલ્લામાં એન્ફોર્સમેન્ટ સ્ક્વોડ દ્વારા વખતો વખત કામગીરી કરવામાં આવે છે. દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓની ૧૦૦ વારની ત્રિજ્યમાં તમાકુની બનાવટોનું વેચાણ કરતા લારી ગલ્લાઓ, જાહેર સ્થળોએ તમાકુની બનાવટોને સેવન કરનાર, ઈ-સિગારેટનું વેચાણ સંગ્રહ અને ઉપયોગ કરનાર, તમાકુની બનાવટોની પ્રત્યક્ષ કે પરોક્ષ જાહેરાત આપનાર, નિર્દિષ્ટ આરોગ્ય વિષેયક ચિત્રાત્મક ચેતવણી વિના તમાકુની બનાવટોનું વેચાણ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તમાકુ નિયંત્રણ સેલ, આરોગ્ય શાખા, પોલીસ વિભાગ, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ, એસ.ટી. વિભાગ, ખોરાક અને ઔષધ નિયમિન તંત્ર, નાયબ માહિતી નિયામકશ્રીની કચેરી દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવતી કામગીરી હેઠળ એન્ફોર્સમેન્ટ સ્ક્વોડ દ્વારા અમરેલી શહેરના સ્ટેશન રોડ, કોલેજ સર્કલ, એસ.ટી.ડેપો, નાગનાથ બસ સ્ટેન્ડ તથા રાજકમલ ચોક, જિલ્લા પંચાયત રોડ, માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં તમાકુ નિયંત્રણ અધિનિયમન-૨૦૦૩ની વિવિધ કલમો હેઠળ વેચાણ કરતા લોકો સામે કુલ ૦૮ કેસમાં રૂ.૧૩૦૦નો દંડ કરવામાં આવ્યો છે, તેમ નોડલ ઓફિસર (ટોબેકો કંટ્રોલ)-વ-મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments