રાષ્ટ્રીય

તમે ક્યારે પણ ઘરે નથી બનાવ્યા બ્રેડ ઉત્તપમ? તો મોડુ કર્યા વગર નોંધી લો આ રેસિપી

સવારના નાસ્તામાં દરેક લોકો એકનો એક નાસ્તો કરીને કંટાળી જતા હોય છે. એકનો એક નાસ્તો ખાવો પણ ગમતો હોતો નથી. આમ, જો તમે પણ નાસ્તામાં કંઇક વેરાયટી બનાવવા ઇચ્છો છો તો આ રેસિપી તમારા માટે સૌથી બેસ્ટ છે. તો ઘરે ટ્રાય કરો તમે પણ બ્રેડ ઉત્તપમ..

સામગ્રી

પાંચ બ્રેડની સ્લાઇસેસ 
1/2 કપ સોજી
બે ચમચી મેંદો
1/2 કપ દહીં
એક ઝીણું સમારેલું ટામેટું
એક ઝીણાં સમારેલા શિમલા મરચા
ઝીણી સમારેલી ડુંગળી
1/2 કોથમીર
થોડુ છીણેલું આદું
બે લીલા મરચાં
સ્વાદાનુંસાર મીઠું
તેલ
પાણી

બનાવવાની રીત

  • બ્રેડના ઉત્તપમ બનાવવા માટે સૌ પ્રથમ બ્રેડની કિનારીઓ કાપી લો અને પછી એને અલગ કરી લો.
  • ત્યારબાદ એમાં સોજી, મેંદો, પાણી અને દહીં સાથે કાપેલી બ્રેડને મિક્સ કરીને બરાબર મિક્સરમાં ક્રશ કરી લો અને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો.
  • હવે આ પેસ્ટમાં ટામેટા, શીમલા મરચા, ડુંગળી, આદુ, લીલા મરચા અને મીઠું ઉમેરો.
  • આ બધું ઉમેર્યા પછી મધ્યમ તાપ પર એક તવી મુકો અને એના પર થોડુ તેલ લગાવો.
  • ત્યારબાદ ગરમ થયેલી તવી પર આ પેસ્ટ નાંખો.
  • આમ, એક બાજુ શેકાઇ જાય એટલે બીજી બાજુ પલટી લો. બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આને થવા દો.
  • તો તૈયાર છે બ્રેડ ઉત્તપમ.
  • આ બ્રેડ ઉત્તપમની સાથે તમે કોપરાની ચટણી, ગ્રીન ચટણી અથવા ટામેટાનો સોશ સર્વ કરી શકો છો.
  • તમે બહાર તો અનેક વાર ઉત્તપમ ખાધો હશે પરંતુ જો તમે એક વાર આ બ્રેડનો ઉત્તપમ ખાશો તો તમે બહારનો પણ ભૂલી જશો.
  • આ ઉત્તપમમાં નેચરલી મીઠાશ બહુ હોય છે. તો તમે પણ એક વાર અચુક ટ્રાય કરો આ ઉત્તપમ..ખાવાની મજામાં ડબલ વધારો થઇ જશે.

Related Posts