ભાવનગર

તલગાજરડા ખાતે હનુમંત સંગીત મહોત્સવનું હનુમાન જયંતિ નિમિત્તે આયોજન

તલગાજરડા ખાતે હનુમાન જન્મોત્સવના ઉપલક્ષમાં એવોર્ડ અર્પણ સમારોહ તેમજ સંગીત મહોત્સવ યોજાશે.

આગામી તારીખ ૪-૫-૬ એપ્રિલ દરમ્યાન શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા ખાતે પૂજ્ય મોરારિબાપુની સંનિધિમાં શ્રી હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવશે. પ્રતિવર્ષ યોજાતા હનુમાન જન્મોત્સવના કાર્યક્રમ અંતર્ગત આ વર્ષે વિવિધ ક્ષેત્રના તેર મહાનુભાવોની એવોર્ડથી વંદના કરવામાં આવશે. જેમાં ૧. શ્રી.સંજય ઓઝા (અવિનાશ વ્યાસ એવોર્ડ) ૨. શ્રી.વૃંદાવન સોલંકી (કૈલાસ લલિતકલા એવોર્ડ) 3.શ્રી.અજીત ઠાકોર (વાચસ્પતિ (સંસ્કૃત) એવોર્ડ) ૪. શ્રી ડૉ નિરંજના વોરા (ભામતી, (સંસ્કૃત) એવોર્ડ) ૫. શ્રી સ્વ. કિશનભાઈ ગોરડિયા (સદ્દભાવના એવોર્ડ) ૬. શ્રી ચંપકભાઈ એલ. ગોડિયા (ભવાઈ નટરાજ એવોર્ડ) ૭. શ્રી અમિત દિવેટિયા (ગુજરાતી રંગમંચ, નાટક, નટરાજ એવોર્ડ) ૮. શ્રી સુનીલ લહેરી (હિન્દી ટીવી શ્રેણી,નટરાજ એવોર્ડ) ૯. શ્રી જેકી શ્રોફ (હિન્દી ફિલ્મ-નટરાજ એવોર્ડ) ૧૦. વિદુષી શ્રી રમા વૈદ્યનાથન (ભરતનાટ્યમ,નૃત્ય, હનુમંત એવોર્ડ) ૧૧. ઉસ્તાદ ફઝલ કુરેશી (તબલાં તાલવાદ્ય, હનુમંત એવોર્ડ) ૧૨. શ્રી.પંડિત રાહુલ શર્મા (સંતુર,શાસ્ત્રીય વાદ્યસંગીત, હનુમંત એવોર્ડ) ૧૩. પંડિત શ્રી ઉદય ભવાલકર (શાસ્ત્રીય ગાયન-હનુમંત એવોર્ડ) મુખ્ય છે. 

આ ઉપરાંત તારીખ ૪-૪-૨૩ની રાત્રિએ ૮ વાગ્યે પંડિત શ્રી ઉદય ભવાલકર દ્વારા શાસ્ત્રીય ગાયન રજુ કરવામાં આવશે જેમાં શ્રી ચિંતન ઉપાધ્યાય(ગાયન) અને શ્રી પ્રતાપ અવાડ (પખાવજ) સંગતી કરશે. એ જ ક્રમમાં તરીખ ૫-૪-૨૩ની રાત્રિએ ૮ વાગ્યે શાસ્ત્રીય વાદ્યસંગીત શ્રેણી અંતર્ગત પંડિત શ્રી રાહુલ શર્મા દ્વારા સંતુરવાદન પ્રસ્તુત થશે જેમાં ઉસ્તાદ ફઝલ કુરેશી સંગતિ કરશે. તારીખ ૬-૪-૨૩ એટલે હનુમાન જ્નોત્સવનો શુભ દિવસ. સવારે ૮.૩૦ કલાકે શ્રી ચિત્રકૂટધામ ખાતે સુંદરકાંડનો પાઠ થશે અને શ્રી હનુમાનજીની આરતી થશે. એ પછી વિદુષી શ્રી રમા વૈદ્યનાથન દ્વારા ભરતનાટ્યમ પ્રસ્તુત કરવામાં આવશે. ત્યારબાદ એવોર્ડ અર્પણવિધિ થશે અને અંતમાં હનુમાન જન્મોત્સવ સંદર્ભે પૂજ્ય બાપુ દ્વારા પ્રાસંગિક અભિવ્યક્તિ કરવામાં આવશે. રાત્રિ કાર્યક્રમો શ્રી ચિત્રકૂટધામની યુ ટ્યુબ ચેનલ પર જોઈ શકાશે અને એવોર્ડ વિતરણ સમારોહનું અસ્થા ટીવી પર પ્રસારણ થશે. તેમ વિગતો આપતા કૈલાસ ગુરુકુળ,મહુવાથી જયદેવ માંકડે જણાવ્યું હતુ.

Related Posts