fbpx
ગુજરાત

તલોધની પર વર્ષિય મહિલાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

આજકાલ શું થયું છે લોકોને નાની નાની વાતોમાં લોકોને ખોટું લાગી જાય છે અને અમૂલ્ય જીંદગી ગુમાવી દે છે. ગણદેવી રોડ પર ચાની લારી ચલાવતી તલોધની ૫૨ વર્ષીય મહિલાની તેણીએ ઉધાર લીધેલા રૂપિયાની ઉઘરાણી કરવા આવેલ બીજી મહિલા સાથે બોલાચાલી થતા માઠું લાગી આવતા આ મહિલાએ તેના ઘરમાં પંખા સાથે સાડીથી ફાંસો ખાઈ લઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઇ છે. તલોધ સિંગલ ફળિયામાં રહેતી સુમિત્રાબેન શુક્કરભાઈ પટેલ (ઉ.વ. ૫૨) ગણદેવી રોડ પર ચાની લારી ચલાવતા હતા. તેમના રોજિંદા ક્રમ મુજબ તેમનો પુત્ર ધર્મેશ માતા સુમિત્રાબેનને ચાની લારી ઉપર છોડીને મજૂરીકામે નીકળી ગયો હતો. દરમિયાન જ્યાં બપોરે તેની બાજુમાં રહેતા અમિતભાઈનો ફોન આવ્યો કે તારા ઘરે બોલાચાલી થઈ રહી છે.

ધર્મેશ તરત ઘરે પહોંચ્યા જ્યાં તેના પિતા શુક્કરભાઈ ઘરની બહાર બાંકડા ઉપર બેઠા હતા. જ્યારે તે ઘરની અંદર ગયો અને જાેયું તો તેના પગતળેથી જમીન સરકી ગઈ હતી. તેની માતા સુમિત્રાબેન ઘરના પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. ધર્મેશે તુરંત બુમાબુમ કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. તેમની મદદથી સુમિત્રાબેનને તેના પુત્ર ધર્મેશે નીચે ઉતારી બીલીમોરા મેંગુષી સરકારી હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેણીને મૃત જાહેર કરી હતી. આ ઘટના બાબતે માહિતી મુજબ મૃતક સુમિત્રાબેને કોઈ મહિલા પાસેથી ઉધાર રૂપિયા લીધા હતા. જે નાણાં પરત માંગવા આવેલી મહિલા સાથે સુમિત્રાબેનનો ઝઘડો થયો હતો. આ બાબતે માઠું લાગી આવતા તે મહિલાના ગયા બાદ સુમિત્રાબેને ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું કહેવાય છે. આ ઘટના બાબતે મૃતકના પુત્ર ધર્મેશે બીલીમોરા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોત નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની તપાસ હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ સતીશભાઈ કરી રહ્યા છે.

Follow Me:

Related Posts