તાઉતેનું એક વર્ષ : ભય અને તબાહીને આજે પણ નથી ભૂલી શક્યા લોકો,નિશાન ઠેર-ઠેર છોડી ગયું વાવાઝોડું
ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોના લોકો આજે પણ તાઉતેની તબાહીને ભૂલી શક્ય નથી દરિયા કિનારે કિનારાના રાજુલા,જાફરાબાદ,ઉના,ખાંભા,નાગેશ્રી,પીપાવાવના લોકોના જહેનમાંથી આજે પણ તાઉતેની તબાહીના દ્રશ્યો આંખોથી દૂર થતા નથી અનેક લોકોએ નજીકથી મોતને જોયું છે.ઘુઘવાટા કરતો દરિયો,ઉખાડી ફેંકતો પવન જોઈને લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા.
આ તાઉતે વાવોઝોડાના દ્રશ્યો આજે પણ ભુલાયા નથી તો કેટલાય લોકોએ પોતાના સ્વજનોને પણ પોતાની સામે જ મરતા જોયા છે રાજુલાના હિંડોરણા ગામના એક વૃદ્ધનું તાઉતેમાં મોત થયું તે કહાની સાંભળીને આજે પણ સમગ્ર પરિવારજનો હીબકે ચડી જાય છે અને દુઃખભરી દાસ્તાન છોડીને ગયું છે.
આ ઉપરાંત અનેક ખેડૂતોના ખેતરોમાં ઉભો પાક તબાહ થઇ ચુક્યો હતો ખેડૂતોના ખેતરોમાં તબાહી મચી જવા પામી હતી મહિનાઓ સુધી ન તો લાઈટ કે પાણીના કારણે લોકોની હાલત દયનિય બની હતી આજ દિન સુધી તાઉતેના નિશાનો આ વાવાઝોડા ગ્રસ્ત વિસ્તારોમાં જોવા મળે છે સમગ્ર રસ્તાઓમાં વૃક્ષોનું ધનોત પનોત નીકળી ગયું હતું લોકોનું પરિવહન વાહન વ્યવહાર પણ અટકી પડ્યો હતો પેટ્રોલ પમ્પો પણ બંધ થઇ ચુક્યા હતા.
પેટ્રોલ,ન લાઈટ તો જવું ક્યાં તેવી સ્થિતિ આ વિસ્તારના લોકોની થઇ હતી કેટલાક વિસ્તારોમાં અઠવાડિયું અને મહિના,બે મહિનાઓ બાદ લાઈટ આવી હતી અને તેના કારણે લોકોને પીવાના પાણીના પણ ફાંફા પડી ગયા હતા જેથી લોકોને પાણી માટે કિલો મીટરો સુધી ધક્કાઓ ખાવા પડ્યા હતા.
તો બીજી તરફ ઘરઘંટીની દુકાનો બહાર લાંબો લાઈનો લાગી હતી ગામડાઓમાં લોકોએ અનેક સંશોધનો કરી અને ઘરઘંટી ચલાવી હતી તેમજ અનેક મુશ્કેલીઓ લોકોએ ભોગવી હતી અને અનેક લોકોના મકાનો ધરાશાય થઇ જવાને કારણે કેટલાય લોકો ઘર વિહોણા થયા હતા.
તેવામાં આ ભયાનક દિવસોને આજ દિન સુધી લોકો ભૂલી શક્યા નથી અને તાઉતેને એક વર્ષ જેવો સમય પૂરો થતા લોકો આજે પણ એ દિવસો યાદ કરીને ભય અને મુશ્કેલીને યાદ કરી રહ્યા છે.
Recent Comments