fbpx
અમરેલી

તાજેતરમાં પશુઓમાં ફેલાયેલા લમ્પી સ્કીન ડીસીઝ રોગચાળા માટે સહકાર અને જાગૃત્તિ માટે અનુરોધ

તાજેતરમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં પશુઓમાં લમ્પી નામનો વાઈરસ સંક્રમિત થઈ રહ્યો છે.  અનેક પશુઓ લમ્પી ડિસીઝનો ભોગ બની રહ્યા છે. અમરેલી જિલ્લામાં પશુપાલકો તેમના પશુઓના સ્વાસ્થ્ય માટે જાગૃત્તિ આવે અને સચેત રહે તે માટે કાળજી લેવા પશુપાલન કચેરી, અમરેલી દ્વારા સહકાર માટે અનુરોધ કરવામાં આવ્યો છે.  લમ્પી વાઈરસ એ માખી, મચ્છર દ્વારા રોગગ્રસ્ત પશુઓમાંથી અન્ય પશુઓમાં ફેલાતો હોય છે. આ રોગના લીધે પશુઓની ચામડી પર ફોલ્લા થવા, પશુઓને તાવ આવવો, તેના નાકમાંથી પ્રવાહી આવવું, પશુ ખોરાક લેતા બંધ થઈ જાય તે સહિતના લક્ષણો જોવા મળે છે. આ કારણે જો કે પશુનું મરણ થતું હોય તેવું પ્રમાણ નહિવત છે. અમરેલી જિલ્લા પશુપાલન કચેરીની કુલ ૧૧ ટીમ કાર્યરત છે.

આ ટીમ દ્વારા જિલ્લાભરમાં ઘરે-ઘરે સર્વે, રસીકરણ, સારવાર તથા પશુ મૃત્યુ જણાય તો પોસ્ટ મોર્ટમ વગેરેની કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં અમરેલી જિલ્લામાં આ વાઈરસથી બે પશુઓનું મરણ નિપજ્યું છે.

કોઈપણ પશુ લમ્પી વાયરસનો શિકાર જણાય, બિમાર જણાય અથવા મરણની જગ્યાના સરનામા સાથેની વિગતો જાણ કરવા માટે તો હેલ્પલાઈન નંબર ૧૯૬૨માં અથવા પશુ ચિકિત્સા અધિકારી ૧) શ્રી ડો. એસ.બી. કુનડીયા, ઈ.ચા. નાયબ પશુપાલન નિયામક-અમરેલી ૯૪૨૬૪૨૨૮૭૭, ૨) શ્રી ડો. ડી.એલ.પાલડીયા, મદદનીશ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત, અમરેલી ૯૪૨૭૧૮૪૦૭૯, ૩) શ્રી ડો. એન.કે.સાવલીયા, મદદનીશ પશુપાલન નિયામક-અમરેલી ૯૮૭૯૬૯૦૨૧૬ ૪) શ્રી ડો.જી.એસ.ગોસ્વામી, પશુચિકિત્સા અધિકારી  અમરેલી ૯૮૨૪૯૪૪૦૪૮,  ૫) શ્રી ડો.એમ.જી.ચોથાણી, પશુચિકિત્સા અધિકારી, બાબરા ૯૯૯૮૯૮૯૫૯૬  ૬) શ્રી ડો. જે.એ.માલવીયા, પશુચિકિત્સા અધિકારી, બગસરા ૮૮૬૬૩૨૨૪૮૨ ૭) શ્રી ડો. એસ.આર. ગોંડલીયા પશુચિકિત્સા અધિકારી, ધારી ૯૬૦૧૨૬૬૨૭૭ ૮) શ્રી ડો.એમ.વી.પલસાણીયા, પશુચિકિત્સા અધિકારી, જાફરાબાદ ૭૫૬૭૦૨૪૪૨૧  ૯) શ્રી ડો.પી.ડી.લીંબાણી, પશુચિકિત્સા અધિકારી,ખાંભા ૯૯૭૮૭૬૦૦૫૫  ૧૦) શ્રી ડો. એચ.એમ.કોટડીયા, પશુચિકિત્સા અધિકારી, કુંકાવાવ ૯૮૭૯૩૩૨૫૨૬૦,  ૧૧) શ્રી ડો. એચ.એન.સુદાણી, પશુચિકિત્સા અધિકારી, લાઠી ૯૯૦૪૬૪૩૮૭૩, ૧૨) શ્રી ડો. એન.બી.પડિયા, પશુચિકિત્સા અધિકારી, લીલીયા ૯૪૨૮૯૬૯૪૪૯ ૧૩) ડો.વી.વી. ભૂત, પશુચિકિત્સા અધિકારી, રાજુલા ૯૮૨૪૯૪૩૬૩૬, ૧૪) શ્રી ડો. વી.બી. દેસાઈ, પશુચિકિત્સા અધિકારી, સાવરકુંડલા ૯૮૭૯૨૮૦૫૫૦,  કંટ્રોલરૂમનો સંપર્ક કરવા નાયબ પશુપાલન નિયામકશ્રી, અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts