બોલિવૂડ

તાપસી-અનુરાગના ત્યાં ઈન્કમ ટેકસ રેડઃ કંગનાએ લખ્યું કે, “મને પહેલેથી જ શક હતો

બોલિવુડ અભિનેત્રી તાપસી પન્નુ અને ડિરેક્ટર અનુરાગ કશ્યપના ઘરે આવકવેરા વિભાગના દરોડાને લઈ કંગના રનૌતે પોતાની પ્રતિક્રિયા આપી છે. કંગનાએ આ સમાચારની લિંક શેર કરીને લખ્યું હતું કે, આવકવેરા વિભાગનો દાવો છે કે તેમના ફોનનો ડેટા ક્લીયર કરી દેવામાં આવ્યો છે, મની લોન્ડરિંગ અને તેના સાથે સંકળાયેલા લોકોની ભાગીદારીનો આંકડો ચોંકાવનારો હોઈ શકે છે.
કંગનાએ લખ્યું કે, “મને પહેલેથી જ શક હતો જ્યારે મેં તેમને મોંઘા રાષ્ટ્રવિરોધી વિજ્ઞાપનો દ્વારા પ્રવાસી મજૂરોને ઉશ્કેરતા જાેયા હતા.” અન્ય એક ટ્‌વીટમાં લખ્યું હતું કે, “ડેટા પાછા મેળવી શકાય છે પરંતુ આ બધા નાના ખેલાડીઓ છે, કોઈ ફક્ત કલ્પના જ કરી શકે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આતંકવાદ કેટલા ગાઢ મૂળ સ્થાપી ચુક્યું છે અને તેઓ પૈસા માટે ભારતને કઈ હદે તોડી રહ્યા છે. સરકારે બધા માટે એક સારૂ ઉદાહરણ પૂરૂ પાડવું જાેઈએ, તેઓ આતંકવાદ માટે આ દેશના ટુકડા ન વેચી શકે.
કંગના રનૌત અને તાપસી વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી અણબનાવ છે. એક તરફ કંગના તાપસી પર તે પોતાની કોપી કરતી હોવાનો આરોપ લગાવી ચુકી છે તો તાપસી પણ કંગનાને ખાસ પસંદ નથી કરતી. બંને વચ્ચેની આ કેટફાઈટ ઘણી વખત જનતા સામે આવી ચુકી છે.
પાયલ ઘોષે પણ ટેક્ષ ચોરી મામલે અનુરાગ કશ્યપ અને તાપસી પર નિશાન તાક્યું છે. પાયલે ટ્‌વીટમાં લખ્યું હતું કે, “૬૫૦ કરોડનું સ્કેમ. તાપસી અને અનુરાગ આ જ સંતાડી રહ્યા હતા. હવે સત્ય સામે આવી ગયું છે. કર્મનું ફળ મળે જ છે. મેં જાેયું છે કે તે કઈ રીતે હિસાબ બરાબર કરી દે છે.

Related Posts