તારક મહેતા ફ્રેમના તારક મહેતા ઉર્ફે શૈલેષ લોઢા શો છોડી રહ્યા છે, શૈલેષ લોઢા વાહ ભાઈ વાહ શો ટુંક સમયમાં ટીવી પર જાેવા મળશે

થોડા દિવસોથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાંથી શૈલેષ લોઢાના શો છોડવાના સમાચાર આવી રહ્યા છે. શૈલેષ લોઢા આ શોમાં જેઠાલાલના ખાસ મિત્રનું પાત્ર ભજવે છે. પરંતુ હવે આ સમાચારો પર એક ટ્વીટે મોહર લગાવી દીધી છે, ત્યારબાદથી સોશિયલ મીડિયા પર ટ્વીટસ નો વરસાદ થવા લાગ્યો છે. આ ટ્વીટમાં જે ટીઝર શેર કરવામાં આવ્યું છે તેમાં શૈલેષ લોઢા જાેવા મળી રહ્યા છે. એવામાં આ શોના ટીઝરે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છોડવાની અટકળોને કંફોર્મ કરી દીધી છે. ખાસ વાત એ છે કે શૈલેષ લોઢા આ શો સાથે લગભગ ૧૪ વર્ષથી જાેડાયેલા છે.
એવામાં શૈલેષ લોઢા દ્રારા આ છોડવાના સમાચાર ફેન્સ માટે આધાતથી ઓછા નથી. જાેકે શેમારૂ ટીવીના ટિ્વટર હેન્ડલ પરથી એક ટ્વીટ થયું છે. આ ટ્વીટમાં કેપ્શન ઉપરાંત એક નાનકડો વીડિયો પણ રિલીઝ કરવામાં આવ્યો છે જેમાં શૈલેષ લોઢા નવા શોમાં જાેવા મળી રહયા છે. આ ટ્વીટમાં લખ્યું છે ‘વાહ ભાઇ વાહ! ઓળખો તો જરા, કોણ છે આ, જે લઇને આવી રહ્યા છે નવો શો? જુઓ ટૂંક સમયમાં શેમારૂ ટીવી પર.’ શૈલેષ લોઢાનું આ શોને અલવિદા કહેવું ફેન્સ માટે આધાતજનક હશે કારણ કે ફેન્સ પહેલાંથી જ દયાબેનને મિસ કરી રહ્યા છે. અત્યાર સુધી શોના મેકર્સ જેમ તેમ આ શોની કહાનીને આગળ વધારી રહ્યા હતા. એવામાં બે પાત્રોનું શોમાંથી નિકળી જવું મેકર્સ માટે સમસ્યા ઉભી કરી શકે છે.
Recent Comments