fbpx
અમરેલી

તારીખ ૨૭/૧૨/૨૦૨૦ ને રવિવાર ના રોજ રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 તથા રોટરી ક્લબ ઓફ અમરેલી ગીર દ્વારા વર્ચ્યુઅલ મેરેથોન દોડ નું આયોજન

લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા તેવા લોકોને સમર્પિત કરવા માટે આ દોડનું આયોજન કરેલ હતું. આ તકે સમસ્ત વ્યાયામ મંદિર (અખાડા) ના દોડ વિરો તથા અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ ના મેમ્બરોએ આ મેરેથોન દોડમાં ભાગ લીધો હતો તેવીજ રીતે રોટરી ગીર ના તમામ મેમ્બરો એ ફેમિલી સહિત ભાગ લીધો હતો તથા અમરેલી જનતાએ આ મેરેથોનમાં ખુબજ જુસ્સાથી ભાગ લીધો હતો જેમાં 5 કિલોમીટર, 10 કિલોમીટર, 21 કિલોમીટર, તથા 42 કિલોમીટર એમ જુદીજુદી કેટેગરીમાં હતી જેમાં 21.98 કિલોમીટર અખાડાના જીજ્ઞેશ વાકોતરે કમ્પ્લીટ કરી હતી. આ દોડ લાઠી રોડ બાય પાસ થી ચિતલ રોડ બાય પાસ વચ્ચે યોજવામાં આવી હતી. આ આયોજનને સફળ બનાવવા બદલ તમામનો રોટરી ક્લબ ઓફ અમરેલી (ગીર) ના તમામ સભ્યો ખુબ ખુબ આભાર માને છે.

Follow Me:

Related Posts